________________ વનભાનુસૂરિ જન્મ શતાબ્દી 2060 પં. પદ્મવિજયજી સ્વગરિોહણ અર્ધશતાબ્દી દીક્ષા લેવા માત્રથી ગોચરીના અધિકારી બની જવાતું નથી. ગોચરીનો અધિકાર મેળવવા ગોચરીના ગીતાર્થ બનવું આવશ્યક છે. શ્રી દશવૈકાલિક સૂત્ર - પંચમઅધ્યયનનું એદપર્યાર્થસહિત અધ્યયન કરનાર ગોચરીના સામાન્ય ગીતાથી કહેવાય. શ્રી પિડ-વિશુદ્ધિ પ્રકરણનું અધ્યયન કરનાર ગોચરીના વિશિષ્ટ ગીતાર્થ કહેવાય... શ્રી પિડ-નિર્યુક્તિ ગ્રન્થનું અધ્યયન કરનાર ગોચરીના વિશિષ્ટતર ગીતાર્થ કહેવાય... પ્રત્યેક સંયમી આ ગ્રન્થનું તલસ્પર્શી અધ્યયન કરી ગોચરીના ગીતાથી બને.ગુરુવર્ગ પણ આશ્રિત વર્ગને ગોચરીના ગીતાર્થ બનાવવા ઉદ્યમશીલ બને. પ્રાન્ત આ ગ્રન્થના અધ્યયનથી. ગોચરી સંબંધી ગીતાર્થતા દોષભીરુતા નિર્દોષ ગોચરી-ચર્યા રૂપ ફ્લશ્રુતિને આપણે સૌ પામીએ એ જ અભ્યર્થના ... ડ્રીમ પ્રિન્ટર્સ 988 97233