________________
૩૯૪)
શ્રી પિંડનિર્યુક્તિગ્રંથનો અનુવાદ / મુસાફરીના જેવી બીજી કોઈ જરાવસ્થા નથી, દારિદ્રય જેવો બીજો કોઈ પરાભવ નથી, મરણ સમાન બીજો કોઈ ભય નથી, સુધા સમાન બીજી કોઈ વેદના નથી ૧ાા તેવું કાંઈ પણ નથી કે – જે તિલતુષ માત્ર પણ કાયાને બાધ ન પમાડે. આહાર રહિત પ્રાણીને સર્વ દુઃખો સાન્નિધ્ય (સમીપપણા)ને આપે છે. પરતું તેથી “ત~શમનાથ' સુધાવેદનાને શાંત કરવા માટે ભોજન કરવું જોઈએ. તથા છાતો' ભૂખયો સતો વૈયાવૃત્ય કરવાને શક્તિમાન થતો નથી. તે વિષે કહ્યું છે કે : “તિરું વનં ૩છો, વેટ્ટ સિદ્ધિને સત્તાવારે I નાસડુ સત્ત કર, વિવÇ મસળદિયલ્સ III’ આહાર રહિત પ્રાણીનું બળ ગળી જાય છે, ઉત્સાહ નાશ પામે છે, સમગ્ર વ્યાપારો શિથીલ થાય છે, સત્ત્વ નાશ પામે છે અને અરતિ વૃદ્ધિ પામે છે. તેથી વૈયાવૃત્ય કરવાને માટે ભોજન કરવું જોઈએ. ૬૬૩ તથા સુધાવાળો સતો ઇર્યાપથને શોધતો નથી. કેમકે – અશક્ત છે. તેથી તેને શોધવાને નિમિત્તે ભોજન કરવું. તથા સુધાર્ત સતો પ્રેક્ષાદિક સંયમ કરવાને સમર્થ થતો નથી. તેથી સંયમની વૃદ્ધિને માટે ભોજન કરવું. તથા સ્થામ એટલે બળ અર્થાત્ પ્રાણ એ એક અર્થવાચક છે. તે ભૂખ્યા મામસના ‘રિહીયતે' હાનિને પામે છે, તેથી ભોજન કરવું. તથા ગુણન એટલે ગ્રંથનું પરાવર્તન અને અનુપ્રેક્ષા એટલે ચિંતવન, તેને વિષે; ઉપલક્ષણથી વાચનાદિકને વિષે પણ ભૂખ્યો સતો અશક્ત એટલે અસમર્થ હોય છે. તેથી ભોજન કરવું. આવા પ્રકારના છયે કારણો વડે કે (તેમાંનુ) કોઈ એક કારણ વડે આહાર કરતો સાધુ, ધર્મનું ઉલ્લંઘન કરતો નથી, અર્થાત્ ધર્મનું આચરે છે. //૬૬૪il. હવે અભોજનના કારણને પ્રતિપાદન કરવા માટે સંબંધને કહે છે : मू.०- अहव ण कुज्जाहारं छहिं ठाणेहिं संजए ॥
पच्छा पच्छिमकालंमि, काउं अप्पक्खमं खमं ॥६६५॥ મૂલાર્થ : અથવા સાધુ છ સ્થાન વડે આહાર ન કરે. પછી પાછલી વયને વિષે આત્માને ખપાવીને – પ્રત્યાખ્યાનને યોગ્ય આત્માને કરીને આહારનો ત્યાગ કરે II૬૬પા
ટીકાર્થ અથવા તો આગળ કહેવાશે એવા છ સ્થાનો વડે સાધુ આહારને ન કરે તેમાં (‘વિવિત્રા સૂત્રમતિઃ' સૂત્રની ગતિ વિચિત્ર છે. એ ન્યાય હોવાથી શરીરના વિચ્છેદ લક્ષણવાળા છઠ્ઠા કારણનું પ્રથમ વ્યાખ્યાન કરે છે : “પ્રા' રૂત્યાદિ, ‘પશ્ચાત્' શિષ્યનું નિષ્પાદન (સ્થાપન) વગેરે સર્વ કર્તવ્ય કર્યા પછી “શ્ચમે અને પાછલી વયમાં ‘પૂર્વમ' તિ સંલેખના કરવા વડે આત્માને ખપાવીને જાવજીવ સુધી અનશનનું પ્રત્યાખ્યાન કરવાને ‘ક્ષમ' યોગ્ય (થાય) એવો આત્માને કરીને ભોજનનો ત્યાગ કરે, અન્યથા ન કરે. આ કહેવા વડે શિષ્ય-નિષ્પાદન આદિ કાર્ય વિના, પહેલી અથવા બીજી વયમાં અથવા સંલેખના કર્યા વિના શરીરના ત્યાગને માટે અનશન કરતા એવા સાધુને તેનું પ્રત્યાખ્યાન કરવામાં જિનાજ્ઞાનો ભંગ છે એમ દેખાડેલ છે. II૬૬પા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org