________________
૩૩૦)
// શ્રી પિંડનિર્યુક્તિગ્રંથનો અનુવાદ . દોષ વડે દૂષિત હશે.” એમ વિચારતો જે સાધુ ભોજન કરે, તે ત્રીજા ભંગમાં વર્તે છે. પ૨૮ અહીં કોઈ શંકા કરે છે કે : म.०- जड़ संका दोसकरी, एवं सुद्धपि होइ अविसुद्धं ॥
निस्संकमेसियं ति य, अणेसणिज्ज पि निद्दोसं ॥५२९॥ મૂલાર્થ: જો શંકા જ દોષ કરનારી હોય, તો એ પ્રમાણે શંકાવાળું શુદ્ધ છતાં પણ અશુદ્ધ થશે, તથા અનેકણીય પણ શંકારહિતપણે અન્યૂષિત કરેલું શુદ્ધ થશે. /પરલી
ટીકાર્થ ? જો શંકા જ દોષ કરનારી હોય, તો એમ સતે આ પ્રમાણે આવ્યું (સિદ્ધ થયું), કેશુદ્ધ પણ શંકાવાળુ સતું અવિશુદ્ધ-અશુદ્ધ થશે; કેમકે-શંકારૂપી દોષે કરીને દૂષિત છે. અને અનેકણીય પણ નિઃશંકપણે અન્વેષિત (ગ્રહણ) કર્યું સતું શુદ્ધ પ્રાપ્ત થશે, કેમકે – શંકારહિતપણું છે. અને તેથી કરીને એ પ્રમાણે થાય તે યોગ્ય નથી. કેમકે-સ્વભાવથી જ જે શુદ્ધ કે અશુદ્ધ હોય તેને શંકાના હોવા કે ન હોવા માત્ર કરીને અન્યથા કરવું અશક્ય છે. //પ૨૯ આ શંકા પર આચાર્ય કહે છે કે તારું કહેવું ઠીક છે, તો પણ : मू.०- अविसुद्धो परिणामो, एगयरे अवडिओ य पक्खम्मि ॥
एसि पि कुणइ णेसि, अणेसिमेसि विशुद्धो उ ॥५३०॥ મૂલાર્થઃ બેમાંથી એકે પક્ષમાં નહિ પડેલો અવિશુદ્ધ-અશુદ્ધ પરિણામ એષણાયને અનેકણીય કરે છે, અને વિશુદ્ધ પરિણામ અનેષણીયને એષણીય કરે છે : //૫૩વા
ટીકાર્થઃ અવિશુદ્ધ એવો ‘રામ:' મનનો અધ્યવસાય, કેવા પ્રકારનો અવિશુદ્ધ ? તે કહે છે : “તરસ્મિન્ના' આ ભક્તાદિક શુદ્ધ જ છે, અથવા તો અશુદ્ધ જ છે, એમ એકેય પક્ષમાં નહિ પડેલો હોય તો તે (અવિશુદ્ધ પરિણામ) ‘f fપ' ત્તિ એષણીયને પણ એટલે શુદ્ધને પણ ‘મનેપળીય' અશુદ્ધ કરે છે. તથા “વિશુદ્ધતુ' વિશુદ્ધ એવો પરિણામ એટલે આગમમાં કહેલા વિધિ પ્રમાણે ગવેષણા કરનારનો આ શુદ્ધ જ છે. એવો અધ્યવસાય ‘મનેળીયfપ' સ્વભાવથી અશુદ્ધ એવા પણ ભક્તાદિકને શુદ્ધ કરે છે, કેમકે-શ્રુતજ્ઞાનનું પ્રમાણપણું છે. (એટલે કે – ભક્તપાનની સદોષતા કે નિર્દોષતા, શંકાને આશ્રયીને નથી, પરંતુ મનના અધ્યવસાયાશ્રયી છે, તેથી કરીને તે પૂર્વે કહેલો દોષ કાંઈ પણ લાગતો નથી. //પ૩૦ના આ પ્રમાણે શંકિતદ્વાર કહ્યું. હવે (૨) પ્રતિદ્વારને કહે છે : मू.०- दुविहं च मक्खियं खलु, सच्चितं चेव होइ अच्चित्तं ॥
सच्चितं पुण तिविहं, अच्चित्तं होइ गुविहं तु ॥५३१॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org