________________
३४
"
कृतः। ततश्चानुयोगद्वार-विशेषावश्यकभाष्यवृत्तिग्रन्थयोर्नामनिक्षेपप्रकाराणां क्रमभेदो भेदभेदश्च स्पष्ट एव । तत्र यदि क्रमभेदो गौणीक्रियेत तथापि भेदभेदस्त्ववतिष्ठेदेव एकत्रोच्चार्यमाणस्येन्द्रादिवर्णावलीलक्षणस्याभिधानस्य नामनिक्षेपभेदत्वेन कथितत्वात्, अन्यत्र च पुस्तकादिलिखितस्य तस्येति चेत् ? सत्यं, क्रमभेदस्तु विवक्षाभेदेनोपपद्येत, भेदभेदस्तु निवार्य एव, अन्यथा नामनिक्षेपस्य चतुर्भेदत्वप्रसङ्गात्, द्वयोश्च ग्रन्थयोस्तदन्यतमस्यैकस्य भेदस्याकथिततया न्यूनत्वापत्तेश्च ।
मत्परिशीलितं तन्निवारणमेवंप्रकारं ज्ञेयम् - उच्चार्यमाणेन्द्रादिशब्दरूपमभिधानमेव वस्तुतो नामनिक्षेपभेदः, न तु पुस्तकादिलिखिता वर्णावली, (१) अभिधानस्य साक्षादुपात्तत्वात्, पुस्तकादिलिखितस्य છે. એટલે અનુયોગદ્વાર અને વિશેષાવશ્યકભાષ્યગ્રન્થમાં નામનિક્ષેપના પ્રકારનો ક્રમ જુદો છે તથા પ્રકારોમાં પણ ભેદ છે એ સ્પષ્ટ છે. તેમાં કદાચ ક્રમભેદને ગૌણ કરીએ તો પણ બન્ને ગ્રન્થમાં નામનિક્ષેપના કહેલા ભેદોમાં જે ભેદ છે તે તો ઊભો જ રહે છે, કારણ કે અનુયોગદ્વારમાં ઉચ્ચાર્યમાણ શબ્દને નામનિક્ષેપ તરીકે કહેલ છે જ્યારે વિશેષાવશ્યકભાષ્યમાં પુસ્તકાદિમાં લખેલ શબ્દને કહેલ છે.
श्रीनिक्षेपविंशिका - ६
સમાધાન : તમારી વાત સાચી છે. ક્રમભેદની તો વિવક્ષાભેદથી સંગતિ થઈ શકે છે. પણ ભેદોમાં જે ભેદ છે તેનું નિવારણ કરવું જ પડે, નહીંતર નામનિક્ષેપના ચારભેદ થઈ જવાની આપત્તિ આવે. તેમજ બન્ને ગ્રન્થમાં એક-એક ભેદ કહ્યો ન હોવાથી એટલી ન્યૂનતા હોવાની આપત્તિ આવે.
મેં વિચારેલું એનું નિવારણ આવું જાણવું— ઉચ્ચાર્યમાણ ‘ઇન્દ્ર’ વગેરે શબ્દરૂપ અભિધાન જ વસ્તુતઃ નામનિક્ષેપનો ભેદ છે, નહિં કે પુસ્તકાદિમાં લખેલ વર્ણાવલી. આવું માનવામાં નીચેના કારણો જાણવા. (૧) ‘અભિધાન’નો સાક્ષાદ્ ઉલ્લેખ છે. જ્યારે પુસ્તકાદિલિખિતનું તો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org