________________
૨૭૦
श्रीनिक्षेपविंशिका-२०
सद्भिर्मयि कृपावद्भिर्ग्रन्थोऽयं शोध्यतामिति । वत्वा वन्दे त्रिधा वीरमभयशेखरं मुदा ॥२०॥
'मयिकृपावद्भिः सद्भिरयं ग्रन्थः शोध्यतामिति वत्वा = प्रार्थयित्वाऽभयशेखरं वीरं त्रिधा मुदा वन्दे' इत्यन्वयः । तदर्थः सुगमः । 'अभयशेखरं' इत्यनेन ग्रन्थकृता स्वनामापि सूचितम् । कोऽयं ग्रन्थकृदभयशेखर इति चेत् ? शृणु
श्रीवीर-सुधर्ममूलायां तपोगच्छ(तपागच्छ)परम्परायां स्वगुरुदत्तसिद्धान्तमहोदधिविशेषणाः, स्मारितचतुर्थारकसंयमाः, स्थूलिभद्रायमाणाः पञ्चम आरके सुविशुद्धब्रह्मचर्यगुणे, प्रेरका मार्गदर्शकाः संशोधकाश्च मूलवृत्त्युभयसमवेतबन्धविधानाख्यस्य कर्मविषयकस्याकरग्रन्थस्य, स्वयंभूरमणायमाणाः श्रमणप्रमुखचतुर्विधसङ्घविषयकवात्सल्यवारीणां,
ગાથાર્થઃ મારા પર કૃપાવંત એવા સજ્જનો = ગીતાર્થ મહાત્માઓ વડે આ ગ્રન્થનું સંશોધન થાય એવી પ્રાર્થના કરીને અભયશેખર = ભયાતીત બનેલા જીવોમાં શિખરે રહેલા શ્રીવીરપ્રભુને ત્રિધા = મનવચન-કાયાથી આનંદપૂર્વક વંદન કરું છું. આમાં “અભયશેખર’ એવા વિશેષણ દ્વારા ગ્રન્થકારે પોતાનું નામ પણ સૂચવ્યું છે.
પ્રશ્ન : આ ગ્રન્થકાર અભયશેખર કોણ છે ?
ઉત્તર : સાંભળો. ચરમશાસનપતિ શ્રીવીરપરમાત્મા ને તેઓશ્રીના પટ્ટધર ગણધર શ્રીસુધર્માસ્વામી છે મૂળ પુરુષો જેના એવી તપાગચ્છની પરંપરામાં શ્રીવીરપ્રભુની ૭૬ મી પાટે શ્રી વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજ સાહેબ થયા. તેઓશ્રીને એમના ગુરુ શ્રીવિજય દાનસૂરીશ્વરજી મહારાજે સિદ્ધાન્તમહોદધિ એવા યથાર્થ બિરૂદથી નવાજેલા હતા. ચોથા આરાનું સંયમ યાદ આવે એવા નિર્મળ સંયમના પાલક તેઓ હતા. પાંચમાં આરાના વિષમ કાળમાં પણ સુવિશુદ્ધબ્રહ્મચર્ય ગુણમાં તેઓ જાણે કે શ્રીસ્થૂલભદ્ર-સ્વામી જેવા હતા. મૂળ-વૃત્તિઉભયરૂપ બંધવિધાન નામના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org