________________
૨૬૦
श्रीनिक्षेपविंशिका-१९
लक्षणेऽर्थे इत्येवं त्रिष्वर्थेषु प्रयुज्यते । 'द्रव्यनिक्षेप'इतिनामगतं 'द्रव्य'पदं भूतभाविभावकारणलक्षणेऽर्थे यद्वाऽनुपयोगलक्षणेऽर्थे प्रयुज्यते । ततश्च प्रागुपदर्शितदिशैते द्वे अपि द्रव्यपदे विभिन्ने एवेति ऋजुसूत्रनयो यदि द्रव्यनिक्षेप स्वीकुर्याद्, नैतावतैव तस्य पर्यायार्थिकत्वहानिः, द्रव्यार्थिकत्वापत्तिर्वाऽऽपादयितुं शक्या । ततश्च सम्मतितर्कप्रकरणकाराणां श्रीमतां सिद्धसेनदिवाकरसूरिप्रमुखानां मते ऋजुसूत्रनयस्य पर्यायार्थिकत्वेऽपि द्रव्यनिक्षेपसहत्वे न कोऽपि दोषः, न वाऽनुयोगद्वारसूत्रविरोधः। अन्यथा = वर्तमानपर्याये द्रव्यपदमुपचर्य तत्सूत्रोपपादने तु न्यायविशारदानामप्यस्वरस एव। तदुक्तं तैर्नयरहस्ये- द्रव्यनिक्षेपं नेच्छत्ययमिति वादिसिद्धिसेनमतानुसारिणः, तेषामुक्तसूत्रविरोधः। न चोक्त ઊર્ધ્વતાસામાન્ય રૂપ અર્થને જણાવવા માટે, અથવા તિર્યફ સામાન્યરૂપ અર્થને જણાવવા માટે વપરાય છે. આમ એ દ્રવ્યપદ ત્રણ અર્થમાં આવે છે. જ્યારે દ્રવ્યનિક્ષેપ' એવા શબ્દમાં રહેલ દ્રવ્ય' પદ ભૂતકાલીન કે ભવિષ્યકાલીન ભાવના કારણરૂપ અર્થને જણાવવા માટે કે અનુપયોગરૂપ અર્થને જણાવવા માટે વપરાય છે. એટલે, આગળ જણાવી ગયો એ મુજબ આ બન્ને દ્રવ્યપદ જુદા જ છે. તેથી, ઋજુસૂત્રનય જો દ્રવ્યનિક્ષેપને સ્વીકારે, તો પણ એટલા માત્રથી કાંઈ એ પર્યાયાર્થિકરૂપે મટી જતો નથી કે દ્રવ્યાર્થિક બની જતો નથી. તેથી સમ્મતિતર્કપ્રકરણના રચયિતા શ્રીમદ્ સિદ્ધસેનદિવાકરસૂરિ મહારાજ વગેરેના મતે ઋજુસૂત્ર પર્યાયાર્થિક હોવા છતાં એ દ્રવ્યનિક્ષેપને સ્વીકારે એમાં કોઈ દોષ નથી અને તેથી અનુયોગદ્વારના સૂત્રનો વિરોધ નથી. બાકી બીજી રીતે = વર્તમાનપર્યાયમાં દ્રવ્યપદનો ઉપચાર કરીને અનુયોગદ્વારના સૂત્રની સંગતિ કરવામાં તો ન્યાયવિશારદ શ્રીમદ્ યશોવિજયમહારાજની પણ અરુચિ છે. તેઓશ્રીએ નયરહસ્યમાં કહ્યું છે કે– આ = ઋજુસૂત્રનય દ્રવ્યનિક્ષેપ માનતો નથી એવો વાદીગ્રીસિદ્ધસેનસૂરિ મહારાજના અનુયાયીઓનો મત છે, તેઓને ઉક્તસૂત્રનો વિરોધ થશે. “આ મતના પરિષ્કાર વખતે આ વિરોધનો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org