________________
ज्ञशरीरे उपचारपरम्परा
१११
परिणामिकारणत्वं तदधिष्ठिते शरीर उपचर्यते । अतीतकाले शरीरनिष्ठं तदुपचरितं परिणामिकारणत्वमतीतपर्यायानुवृत्त्यभ्युपगमपरनयानुवृत्त्या घृतापनयनान्तरमपि 'घृतकुम्भोऽयं' इत्यादि व्यपदेशवद् वर्तमाने व्यपदिश्यते। इत्थञ्च ज्ञशरीरे न मुख्यं परिणामिकारणत्वं न वैकेनैवोपचारेणोपचरितं तद्, अपि तूपचारपरंपरयोपचरितमेवेति मुख्यपरिणामिकारणत्वापेक्षमागमतो द्रव्यमङ्गलत्वं नोच्यते । यद्यपि द्रव्यमङ्गलताव्यपदेशकाले भव्यशरीरं जीवाधिष्ठितं भवति, परंतु तदा स जीवो न मुख्यपरिणामिकारणत्ववान्, मङ्गलपदार्थज्ञानानुकूलज्ञानावरणक्षयोपशमरूपलब्धिलक्षणयोग्यताविरहात् । तथापि यत आगामिनि काले स योग्यतावान् भविष्यत्यतो भविष्यत्पर्यायस्येदानीमपि योऽस्तित्वमुपचरति વર્તમાનમાં પણ સ્વીકાર-વ્યવહાર કરનાર નયને અનુસરીને વર્તમાનમાં પણ રહેલી હોય એમ કહેવાય છે. જેમકે ઘી કાઢી લીધા પછી પણ આ ઘીનો ઘડો છે” એવો ઉલ્લેખ થાય છે.આમ જ્ઞશરીરમાં મુખ્ય પરિણામિકારણતા નથી કે એક જ ઉપચાર કરીને મળતી ઉપચરિત પરિણામિકારણતા પણ નથી, પણ ઉપચારની પરંપરાથી ઉપચરિત થયેલ તે હોય છે. માટે મુખ્યપરિણામિકારણતાને સાપેક્ષ એવી આગમથી દ્રવ્યમંગળતા કહેવાતી નથી.
હવે ભવ્ય શરીર અંગે વિચારીએ તો દ્રવ્યમંગળતાના વ્યપદેશકાળે એ જીવાધિષ્ઠિત હોય છે, પણ ત્યારે એ જીવમાં મુખ્ય પરિણામિકારણતા હાજર હોતી નથી, કારણ કે મંગળપદાર્થના જ્ઞાનને અનુકૂળ એવા જ્ઞાનાવરણકર્મક્ષયોપશમરૂપ જે લબ્ધિ, તરાત્મક યોગ્યતા ત્યારે હોતી નથી. છતાં આગામીકાળે તે જીવ યોગ્યતાવાનું બનવાનો છે, એટલે ભવિષ્યકાલીન એ યોગ્યતા હાલમાં પણ, ભવિષ્યત્પર્યાયના અસ્તિત્વને વર્તમાનમાં પણ ઉપચરતા નયને અનુસરીને, હાજર કહેવાય છે. જેમ કે જેમાં ભવિષ્યમાં ઘી ભરવાનો ઉદેશ છે તે ખાલી ઘડો વર્તમાનમાં પણ ઘીનો ઘડો કહેવાય છે. આમ એ જીવ ઉપચરિતયોગ્યતાવાળો છે. એટલે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org