________________ કોઇ પણ ગુણ આત્મસિદ્ધ કરવા માટે તેનું (1) દીર્ઘકાળ આસેવના (2) સતત આસેવન અને | (3) વિધિ-આદર-ધગશ જરૂરી છે. અનંતાનંતકાળની બહિર્ભાવની રમતોની આત્મા પર પડેલી ચોળમજીઠરંગી અસરો ભૂંસવાનું આના વિના કેમ બને ? વળી માનવ જીવન એક પ્રયોગશાળા છે. તે અતિ ટૂંકું છે. એમાંની એક પણ ક્ષણ કાર્યસાધક બનાવ્યા વિના કેમ જતી કરાય ? પણ અફસોસ ! જે ભૂલવાનું છે તે જ ઘુંટાય છે ! ખાસ ખ્યાલ રહે કે કાળ, કર્મ અને જગતના સંયોગો વિશ્વાસપાત્ર નથી. જિનવચનનું ખૂબ ખૂબ મંથના કરી જ્ઞાનનો અગ્નિ ધખાવવા જેવો છે જેનાથી અનંત ભવોના કુસંસ્કારો અને અસંખ્ય ભવોનાં કર્મો બળીને ખાખ થઈ જાય. કર્મના ચોપડે પળેપળની રજેરજ, વિચાર, વાણી, વર્તનનો હિસાબા નોંધાયા વિના રહેતો નથી, એ ભૂલવા જેવું નથી. વર્ધમાન તપોનિધિ સ્વ, આચાર્યદેવ શ્રી મતિ જય ભવાનીનગરિ મહારાજા an Education HIRIIIKAR 094406-20075 F For Private & Personal Use Only