________________
કેવલજ્ઞાન મળી ગયું હોવા છતાં મોક્ષ – તો હજુ યોજનીય છે જ. .
વિવેચન : પરતત્ત્વદર્શનેચ્છા રૂપ અનાલંબનયોગ પરતત્ત્વદર્શન થયા પછી હોય નહીં, એ તો બરાબર છે. એટલે કેવલજ્ઞાનની પ્રાપ્તિ બાદ અનાલંબનયોગ ભલે ન હો. પણ હજુ મોક્ષની પ્રાપ્તિ થઈ નથી. એટલે મોક્ષની સાથે જોડી આપે એવો કોઇક યોગ તો જોઇએ જ. ને અનાલંબનયોગ છે નહીં. માટે એ સાલંબનયોગ જ હોવો જોઇએ. વળી, હવે બાધક એવું કોઇ ઘાતીકર્મ વિદ્યમાન નથી, અને સાધક વધારે ઊંચી ભૂમિકાએ (=તેરમે ગુણઠાણે) પહોંચેલો છે, માટે એ સાલંબનયોગ વિશિષ્ટતર હોવો જોઇએ. આવો શંકાકારનો અભિપ્રાય છે.
मैवम्, केवलिनः स्वात्मनि मोक्षस्य योजनीयत्वेऽपि ज्ञानाकाङ्क्षाया अविषयतया ध्यानानालम्बनत्वात् क्षपकश्रेणिकालसम्भविविशिष्टतरयोगप्रयत्नाभावाद् आवर्जी
करणोत्तरयोगनिरोधप्रयत्नाभावाच्चार्वाक्तनकेवलिव्यापारस्य ध्यानरूपत्वाभावाद्, उक्तान्यतरयोगपरिणतेरेव ध्यानलक्षणत्वात् । आह च महाभाष्यकार:
सुदढप्पयत्तवावारणं णिरोहो व विज्जमाणाणं ।
झाणं करणाण मयं ण उ चित्तणिरोहमित्तागं ॥ वि. आ. भा. ॥ ३०७१॥
વૃત્તિઅર્થ : સમાધાન : શંકાકારે જે શંકા કરી એ બરાબર નથી, કારણકે કેવલીભગવાને મોક્ષને પોતાના આત્મામાં જોડવાનો બાકી હોવા છતાં (૧) જ્ઞાનાકાંક્ષાનો અવિષય હોવાના કારણે ધ્યાનનું આલંબન ન હોવાથી ક્ષપશ્રેણિકાલમાં જે વિશિષ્ટતર યોગપ્રયત્ન હતો તે હવે હોતો નથી. તેમ જ (૨) આવર્જીકરણ પછી યોગનિરોધનો જે પ્રયત્ન હોય છે તે પણ હાલ નથી, માટે કેવલી ભગવાનનો (યોગનિરોધ) પૂર્વનો વ્યાપાર ધ્યાનરૂપ હોતો નથી. તે પણ એટલા માટે કે અહીં કહેલી આ બેમાંની કોઇ યોગપરિણતિ જ ધ્યાનસ્વરૂપ છે. મહાભાષ્યકાર શ્રી જિનભનગણી ક્ષમાશ્રમણે કહ્યું છે - કરણોનો-યોગોનો સુદૃઢપ્રયત્નપૂર્વક વ્યાપાર કે વિદ્યમાન યોગોનો નિરોધ એ ધ્યાન તરીકે માન્ય છે, નહીં કે માત્ર ચિત્તનો નિરોધ.
વિવેચન : વીતરાગતા અને કેવલજ્ઞાનની પ્રાપ્તિ બાદ પણ હજુ અઘાતીકર્મો વિદ્યમાન હોવાથી મોક્ષ મેળવવાનો બાકી છે. તેમ છતાં, તેરમા ગુણઠાણાના આવર્જીકરણ પૂર્વના કાળમાં કેવલીને સાલંબન કે અનાલંબન કોઇ ધ્યાન હોતું નથી,
254
Jain Education International
For Private & Personal Use Only
યોગવિંશિકા...૧૯
www.jainelibrary.org