________________
(અહીં સપ્રસંગ વિશેષવાત – ક્રોધ મોહનીયકર્મના ક્ષયો પરામના અસંખ્યભેદ છે, અને તેથી ક્ષાયોપરામિક ક્ષમાના પણ અસંખ્યભેદ છે. ક્ષાયિકગુણોમાં માત્રાની તરતમતાએ આવા ભેદ હોતા નથી. વળી, ક્રોધમોહનીયના ક્ષયોપરામથી પ્રાપ્તગુણ ‘ક્ષમા’ કહેવાય છે. માનમોહનીયના ક્ષયોપશમથી પ્રાપ્તગુણ ‘નમ્રતા’ કહેવાય છે.... આમ ક્ષાયોપામિક ગુણોમાં વ્યવહારભેદ હોય છે, પણ આવો વ્યવહારભેદ ક્ષાયિક ગુણમાં હોતો નથી. ક્રોધમોહનીય-માનમોહનીય વગેરે કર્મોના ક્ષયથી પ્રગટતા ગુણો સ્વરૂપરમણતારૂપ ચારિત્રમાં અભિન્ન થઈ જાય છે, અલગ-અલગ રહેતા નથી. માટે આ દષ્ટિએ ક્ષાયિકક્ષમા-ક્ષાયિકનમ્રતા... વગેરે વ્યવહાર થતો નથી.)
પરતત્ત્વદર્શનની આ ઇચ્છા માત્ર લૂખી ઇચ્છા નથી, પણ સક્રિય ઇચ્છા છે. અર્થાત્ પરતત્ત્વદર્શનને અનુકૂળ પ્રવૃત્તિથી યુક્ત ઇચ્છા છે. વળી એ પ્રવૃત્તિ પણ ક્યારેક કરી ક્યારેક નહીં એવું નથી... અનવરત-સતત ચાલે છે. તથા કોઇ પૌદ્ગલિક સંગ તો આ પ્રવૃત્તિનો પ્રેરક નથી, પણ જિનવચનનો સંગ પણ એના પ્રેરક તરીકે નથી... માત્ર ચન્દ્રનગન્ધન્યાયે સહજ રીતે એ પ્રવૃત્તિ અનવરત ચાલુ છે. એટલે એ પ્રવૃત્તિ અસંગા (=નિરભિમ્બંગા) પણ છે. આમ આવી અસંગ-અનવરતપ્રવૃત્ત્તાત્મક અસંગશક્તિથી પરિપૂર્ણ દિદક્ષા એ અનાલંબનયોગ છે એ જાણવું.
શંકા - પરતત્ત્વદર્શનને અનુકૂળ પ્રવૃત્તિ છે, તેમજ દિદક્ષા = પરતત્ત્વદર્શનની ઇચ્છા છે. વળી, ઇચ્છા ન હોય ત્યારે તો પ્રવૃત્તિને સહજ માનવી જ પડે, પણ જ્યારે ઇચ્છા હોય ત્યારે તો એને ઇચ્છાજન્ય જ માનવી પડે. કારણકે ઇચ્છા અને પ્રવૃત્તિ વચ્ચે કાર્ય-કારણભાવ છે. તથા ઇચ્છા અને રાગ એ પર્યાયવાચી શબ્દો છે, એટલે કે દિદક્ષા પણ ઇચ્છાસ્વરૂપ હોવાથી રાગાત્મક જ છે. તો પછી આ પ્રવૃત્તિને નિરભિમ્બંગા-સંગરહિત શી રીતે કહી શકાય ?
સમાધાન - સામાન્યથી કોઇપણ પ્રવૃત્તિ ઇચ્છાજન્ય હોવા છતાં મોક્ષે મને ૨ સર્વત્ર નિ:સ્પૃહો મુનિસત્તમ... આવી ભૂમિકા પામેલા અપ્રમત્તાદિ જીવોની પ્રવૃત્તિ ઇચ્છાજ હોતી નથી. પણ સામાયિકજન્ય હોય છે એ વાત અધ્યાત્મમતપરીક્ષા ગ્રન્થમાં ઉપાધ્યાયજી મહારાજે કરી છે. સામાયિકની પણ ઉન્નત ભૂમિકાએ પહોંચેલા જિનકલ્પિકાદિને ભિક્ષાટનાદિ પ્રવૃત્તિ માટે જિનવચનો યાદ કરવા પડતા નથી... પણ એ ઊંચી ભૂમિકાવાળું સામાયિક જ (તેવી વિશિષ્ટ પરિણતિ જ) જ્યારે જેવી જે
પરતત્ત્વદર્શનેચ્છા
247
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org