________________
શંકા - પ્રતિમાદરૂપી આલંબનવિષયક આલંબનયોગના વારંવાર અભ્યાસથી એ પણ સ્વભાવભૂત બની જાય, અને તેથી પછી, એ રૂપી પ્રતિમાદિની આલંબન તરીકે અપેક્ષા રાખ્યા વિના જ એમાં ઉપયોગની સ્થિરતા થાય. એટલે એને પણ અનાલંબનયોગકહેવો પડશે. અને તો પછી, અનાલંબન યોગરૂપીવિષયક પણ હોય છે એમ માનવું પડશે.
સમાધાન- અનાલંબનયોગ તદ્ગણપરિણતિરૂપ હોય છે, એવું જે ગ્રન્થકારે કહ્યું છે એના પરથી આ શંકાને નિર્મળ કરી શકાય છે. આશય એ છે કે જેને આલંબન તરીકે રાખવાની અપેક્ષા કે પ્રયત્ન ન હોવા છતાં, ઉપયોગ એમાં જ સ્થિર થાય આવું એવી બાબતો માટે જ શક્ય છે જેની સાથે એકાકારપરિણતિ શક્ય હોય. આત્માઉપયોગ અરૂપી હોવાથી એની એકાકારપરિણતિ અરૂપી ગુણો સાથે જ થઈ શકે છે, પણ રૂપ વગેરે રૂપીગુણો સાથે નહીં. અને તેથી, રૂપગુણોને તો આલંબન તરીકે રાખ્યા વિના જ એમાં ઉપયોગ સ્થિર બની જાય આવું શક્ય બનતું નથી, અને તેથી એનો અનાલંબનયોગ પ્રવર્તી શક્તો નથી. આલંબનત્વેન અપેક્ષિત ન હોવા છતાં ઉપયોગનું પ્રભુગુણોમાં આવું સહજ સ્થિર અવસ્થાન એ જ, પરમાત્મગુણોની એકાકાર પરિણતિ રૂપે અભિપ્રેત છે અને એ જ તસ્થતઠંજનતા સ્વરૂપ હોવાથી સમાપત્તિ’ શબ્દવાચ્ય છે, એમ લાગે છે.
વૃત્તિઓ ક્ષીણ થવાથી નિર્મળ થયેલા અંતરાત્મામાં જ આવી પરિણતિસમાપત્તિ આવે છે એ જાણવું.
अयश्चानालम्बनयोगः, शास्त्रसन्दर्शितोपायस्तदतिक्रान्तगोचरः।
જ્યુકેબ્રિા સામર્થ્યયોગમુત્તમ: // યોા. સમુ.પI તિ કોस्वरूपक्षपकश्रेणिद्वितीयापूर्वकरणभावि क्षायोपशमिकक्षान्त्यादिधर्मसन्न्यासरूपसामर्थ्ययोगतो निस्सङ्गानवरतप्रवृत्ता या परतत्त्वदर्शनेच्छा तल्लक्षणो मन्तव्यः । आह च-सामर्थ्ययोगतो या तत्र दिदृक्षेत्यसङ्गशक्त्याढ्या।
साऽनालम्बनयोगः प्रोक्तस्तददर्शनं यावत् ॥ षोड. १५-८॥
વૃત્તિઅર્થ ? અને આ અનાલંબનયોગ યોગદષ્ટિસમુચ્ચયના પાંચમા બ્લોકમાં જેનું સ્વરૂપ કહ્યું છે, જે દ્વિતીય અપૂર્વકરણભાવી છે અને જે ક્ષાયોપથમિક ( સામર્થ્ય યોગ)
(245)
245
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org