SearchBrowseAboutContactDonate
Page Preview
Page 232
Loading...
Download File
Download File
Page Text
________________ એના કરતાં અનુષ્ઠાન ન કરવું ને એના યથાર્થ વિધિનું જ પ્રકાશન કરવું... એ આ ક્યિાની (ભાવશૂન્યકિયાની) સામે સૂર્ય (તાત્ત્વિકપક્ષપાત) તુલ્ય થવાથી એ જ લાભક્ત કહેવાય. ને તેથી આવશ્યક વગેરે આચરણ અકર્તવ્ય જ બની ગયું. (૩) સમાધાન - ના ના વિજ્ઞ નયUTI Tી સા રે fઝરી હો // શ્રી ધર્મદાસગણિ વિરચિત ઉપદેશમાલાની ૫૨ ૬મી ગાથાનો આ ઉત્તરાર્ધ છે. (એનો પૂર્વાર્ધ આવો છે - સખસ વિ સુદ્ધવાસ સંવિપઉંવાયસી) આ પ્રમાણભૂત વચનથી જણાય છે કે યત્કિંચિત્ વિધ્યનુષ્ઠાન અકર્તવ્ય નથી, કારણકે એમાં જે કાંઈ વિધિપાલનરૂપ જયણા જળવાય છે તે નિર્જરાજનક બનતી હોવાથી નિષ્ફળ કે વિપરીતફલક નથી. વિધિરસિકજીવનો વિધિપાલનનો જે જે પ્રયત્ન હોય તે અહીં ‘જ્યણા તરીકે અભિપ્રેત છે એમ સમજવું. (થોડી ઘણી પણ વિધિ જાળવણી કરે એને તો એટલી એટલી નિર્જરા થતી હોવાથી અનુષ્ઠાન હિતકર છે. પણ જે વિધિરસિકજીવ દરેક અંશમાં કંઇકને કંઇક વિકલતા રાખે છે ને તેથી કોઇ જ અંશમાં વિધિ પાલન નથી. એવા જીવનું પણ અનુષ્ઠાન અકર્તવ્ય નથી એ જણાવવા છાયો 1... ઇત્યાદિ કહ્યું છે.) વિધિરસિકતાના કારણે વિધિ-જાળવવાની નિરુપાધિક ઇચ્છા તો છે જ, છતાં થોડે ઘણે અંશ પણ વિધિ ન જાળવી શકનાર જીવનું અનુષ્ઠાન પણ ઇચ્છાયોગનું સંપાદક બને છે ને એ રીતે બાળ વગેરે જીવોને ઉપકારક નીવડે છે, માટે એ પણ કર્તવ્ય છે, અકર્તવ્ય નથી. પ્રથમાભ્યાસમાં વિધિનો અજાણજીવ એ બાળ. એમ પુનઃ પુનઃ અનુષ્ઠાન કરવા છતાં ક્ષયોપશમની મંદતાના કારણે વિધિનો જાણકાર ન જ બની શકે એવો જીવ પણ બાળ. અભ્યસ્તદશામાં વિધિનો જાણકાર બન્યો હોવા છતાં નિઃસત્ત્વતાપ્રમાદબહુલતા વગેરેના કારણે વિધિ ન પાળનાર જીવોનો આદિ’ શબ્દથી સમાવેશ જાણવો. આ બધા જીવો પણ અનુષ્ઠાન કરનારા જીવો જ લેવાના છે એ તો સ્પષ્ટ જ છે. આવા જીવોનું સર્વથા વિધિવિકલ* એવું પણ અનુષ્ઠાન ઇચ્છાયોગનું સંપાદક * અહીં ત’ પદથી પૂર્ણવિધિવાળાં અનુષ્ઠાનને ગ્રહણ કરવાનું છે... વળી. તે ફૂછયોગસંપન્ન તત્ તર અનુષ્ઠાન યત્કિંચિત્ વિધિ અનુષ્ઠાન છે તે બતાવવા અર્થે વિતવિધિમનુષ્ઠાન' એ રૂપ વિશેષણ છે, પરંતુ તે પૃથભૂત નથી... - વગેરે વિવેચન ગલત જાણવું. કારણકે ત’ શબ્દ સ્વઅવ્યવહિતપૂર્વવર્તીને પરામર્શક હોય છે. એટલે પ્રસ્તુતમાં વિતરસ્થાપિ ની પૂર્વમાં ચિદ્વિધ્યનુકાની હોવાથી તત્ શબ્દ યત્કિંચિદ્વિધિઅનુષ્ઠાનનો જ પરામર્શક છે. ને તેથી તદિતર તરીકે તેનાથી ભિન્ન એવું સર્વથાવિધિશૂન્ય સકળકલ્યાણ સંપાદક્તા (215) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004966
Book TitleYogavinshika
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherDivya Darshan Trust
Publication Year2010
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy