SearchBrowseAboutContactDonate
Page Preview
Page 12
Loading...
Download File
Download File
Page Text
________________ વિવેચન આવશ્યક લાગ્યું છે તેને નંબર આપી વૃત્તિઅર્થમાં પણ તે જ નંબર આપ્યા છે. ને પછી વિવેચનમાં એ નંબર જણાવી આવશ્યક વિવેચન કર્યું છે. એટલે દરેક અધ્યેતાને એ રીતે વાંચવા ભલામણ છે. પરમ પવિત્ર જિનાજ્ઞા વિરુદ્ધકાંઈ પણ લખાયું હોય તો એનું મિચ્છામિદુક્કડ, સંવિગ્નગીતાર્થો એને સુધારે એવી અને નવા યોગ્ય જીવો આ ગ્રન્થનું અધ્યયન કરી યોગમાર્ગે હરણફાળ ભરી મારા પરિશ્રમને સફળતા બક્ષે એવી વિનંતી સાથે, -પંન્યાસ અભયશેખર વિજય... સિદ્ધાન્ત મહોદધિ સચ્ચારિત્રચૂડામણિ સુવિશાળ ગચ્છનિર્માતા સ્વ. આ દેવ શ્રીમદ્વિજય પ્રેમ સૂરીશ્વરજી મ.સા. ના પટ્ટધર સવણ સાધનાનો તેજપુંજ... સ્વ. પૂજ્યપાદ આ.દેવ શ્રીમદ્વિજય ભુવનભાનુ સૂરીશ્વરજી મ.સા..... જુદા જુદા વિદ્વાનોની કલમે... * જીવનભર પ્રચંડ સાથનાનો મહાયજ્ઞમાંડીને લખલૂગુણસમૃદ્ધિના સ્વામી બનેલા એક મહાન ગુણશ્રીમંત એટલે પૂજ્યપાદ આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજય ભુવનભાનુ સૂરીશ્વરજી મહારાજા. તેઓશ્રી પાસે ગુણનું પાકીટ નહોતું, પાઉચ નહોતું, પેટી નહોતી, પટારો નહોતો... પણ મોટો ભંડાર હતો. જીવનની ૮૨ વર્ષ તેઓશ્રીએ મુક્તિ ભણી દોટ જ લગાવી છે. અથાગપારો દોડશે જ ગયા છે અને કલ્પનાતીત વિટિ અંતરે આ નાનકડી જિંદગીમાં કાપી નાખ્યું હશે. * પ્રમાર્જનાની નાનકડા લાગતા યોગથી લઇને સંઘકૌશલ્યના વિટ ફલક ભુથી વિસ્તરેલું વિરાટ વ્યક્તિત્વ એટલે પૂજ્યપાદશ્રી... પૂજયપાદશ્રીના જીવનની એક એક પળ પ્રેરણાનો અમૃતકુંભ હતી, તેઓશ્રીના જીવનનો એક એક પ્રસંગ પ્રેરણાનો મહાઘોઘ હતો, તેઓશ્રીનું જીવન માથક આત્માઓ માટે એક ઉત્કૃષ્ટ આલંબન હતું, તેથી તેઓશ્રી XI For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.004966
Book TitleYogavinshika
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherDivya Darshan Trust
Publication Year2010
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy