________________
જુઓ – દ્વિતીયાર્થ આધેયતા માનો તો પ્રમે છતિમાં (૧) ગ્રામ () નિરુપિતત્વસંબંધ (૩) આધેયતા (૪) આશ્રયતા (સ્વરૂપ સંબંધ) (૫) સંયોગ (૬) જનકતાસંબંધ (૭) વ્યાપાર એમ ૭ વિષય બને. અને આધેયતા સંસર્ગ માનો તો (૧) ગ્રામ (૨) આધેયતા સંબંધ (૩) સંયોગ (૪) જનકતા સંબંધ (૫) વ્યાપાર એમ ૫ વિષય બને. પણ પૂર્વે (પ્રથમાકારકમાં) રાજ્ઞ: પુરુષમાં સ્વત્વનો બોધ વિભક્તિથી માનવો કે સંસર્ગથી એ ચર્ચામાં બતાવ્યું છે કે શાબ્દબોધનો વિષય અધિક હોય તો પ્રતિબંધકતામાં લાઘવ થાય છે. એટલે, દ્વિતીયાર્થ આધેયતા અને ધાત્વર્થ ફળાવચ્છિન્નવ્યાપાર માનવામાં શાબ્દબોધનો વિષય અધિક થવાથી લાઘવ છે. તેથી તે જ માનવું ઉચિત છે.
कर्माख्यातस्य फलमर्थः, अन्यथा 'ग्रामो गम्यते' इत्यादौ ग्रामादे व्यापारजन्यफलाश्रयत्वरूपक मत्वप्रतीत्यनुपपत्ते:, यादृशविशेष्यविशेषणभावापन्नयोः पदशक्यता तादृशविशेष्यविशेषणभावापन्नयोरेव शब्दबोधे भानसंभवात् न तु विपरीतविशेष्यविशेषणभावापन्नयोः । કર્મણિ પ્રયોગમાં આખ્યાતનો અર્થ ફળ છે. અન્યથા “પ્રામો લખ્યતે” સ્થળે, ગ્રામમાં વ્યાપારજન્યફળાશ્રયત્ન રૂપ કર્મત્વ પ્રતીત નહીં થાય, કારણ કે પદની શક્તિ જેવા વિશેષ્યવિશેષણભાવમાં હોય, તેવા જ વિશેષ્યવિશેષણ ભાવયુક્ત પદાર્થોનો શાબ્દબોધ થઈ શકે, વિપરીત
વિશેષ્યવિશેષણભાવમાં નહીં. વિવેચનઃ કર્મણિ પ્રયોગ પ્રામો ગમેતે સ્થળે, ગમનવ્યાપારજન્ય સંયોગાશ્રય ગ્રામ:
એવો શાબ્દબોધ થાય છે. કર્મણિ પ્રયોગમાં પ્રથમાંત પદ, કર્મ હોય છે, એટલે અહીં ગામ એ જ કર્મ છે. અને તેમાં ક્રિયાજન્યફળ આશ્રયત્ન રૂપ કર્મત્વનો બોધ થાય છે. ક્રિયા તો ધાતુથી જણાય છે, એટલે ફળ, એ આખ્યાતનો અર્થ છે. જેમાં ક્રિયા કન્યતા સંબંધથી અન્વિત થશે.
અને આખ્યાતાર્થ, આશ્રયતા સંબંધથી ગામમાં અન્વિત થશે. શંકા - ધાત્વર્થ ફળવિશિષ્ટવ્યાપાર છે. એટલે ફળ પણ ધાતુથી જ જણાયું છે,
તો પછી આખ્યાતાર્થ ફળ શા માટે માનવો પડે ?
વ્યુત્પત્તિવાદ ૫૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org