________________
ઉત્તરપક્ષ: ત્યાં ( પશ્યતિ સ્થળે) લૌકિક વિષયિતામાં,
નિરૂપિતત્વસંબંધાવચ્છિન્ન પ્રતિયોગિતાકાકાશાભાવ પ્રતીત થશે. પૂર્વપક્ષ: ના, કારણ કે વૃજ્યનિયામક સંબંધ સંસર્ગભાવની પ્રતિયોગિતાનો
અવચ્છેદક બનતો ન હોવાથી, તાદૃશાભાવ પણ અપ્રસિદ્ધ જ છે. વિવેચનઃ આકાશ નિરૂપિત લૌકિક વિષયિતા અપ્રસિદ્ધ હોવાથી, આકાશનો
નિરુપિતત્વસંબંધાવચ્છિન્નપ્રતિયોગિતાક અભાવ, લૌકિકવિષયિતામાં મળે. અને નિરૂપિતત્ત્વસંબંધાવચ્છિન્ન આકાશાભાવવત્ લૌકિકવિષયિતા શાલિ ચાક્ષુષાશ્રય: એવો અન્વયબોધ થઈ શકે. પણ, નિરુપિતત્વ સંબંધ, વૃજ્યનિયામક હોવાથી, અભાવપ્રતિયોગિતાવરચ્છેદક ન બની શકે. એટલે તાદશ અભાવ જ અપ્રસિદ્ધ થવાથી અન્વયબોધ ન થઈ શકે.
૨૮૭.
एतेन निरूपकतासंबन्धेन चाक्षुषादिनिष्ठलौकिकविषयिताया अभावस्तत्राकाशादौ प्रतीयते इत्यपि निरस्तम् । એટલે જ, નિરુપકતા સંબંધથી ચાક્ષુષનિષ્ઠલૌકિકવિષયિતાનો અભાવ
આકાશમાં જણાશે, એમ પણ કહી શકાતું નથી. વિવેચનઃ ઘટાદિમાં પ્રસિદ્ધ એવી ચાક્ષુષનિષ્ઠ લૌકિકવિયિતાનો નિરુપકતા સંબંધથી
અભાવ આકાશમાં મળે, કારણ કે, આકાશનું લૌકિકચાક્ષુષ થતું નથી. એટલે નાશ ન પતિ વાક્યથી, ચાક્ષુષનિષ્ઠલૌકિકવિષયિતા અભાવવત્ આકાશ, એવો અન્વયબોધ થઈ શકે. પણ નિશ્યકતા સંબંધ પણ વૃજ્યનિયામક હોવાથી, તત્સંબંધાવચ્છિન્ન તાદશ અભાવ અપ્રસિદ્ધ જ થશે અને તેથી અન્વયબોધ નહીં જ થાય.
૧૮૮. अन्वयबोधस्य प्रथमान्तार्थमुख्यविशेष्यकतायाः सर्वानुभवसिद्धाया
भङ्गप्रसङ्गाच्च, વળી, અન્વય બોધ, પ્રથમાંતાર્થ મુખ્ય વિશેષ્યક જ હોય છે. એ
સર્વાનુભવસિદ્ધ નિયમનો ભંગ થશે. વિવેચનઃ ચૈત્ર: સાજા ન પશ્યતિ સ્થળે, પ્રથમાન્ત પદાર્થ ચૈત્ર હોવાથી
ચિત્રવિશેષ્યક બોધ જ થવો જોઈએ. જો લૌકિકવિષયિતાનો અભાવ
વ્યુત્પત્તિવાદ : ૧૫ર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org