________________
આવી હાલતમાં “જ્ઞાન- ગુરુગમથી મળ્યું એમ કેમ કહી શકાય ? વાંચીને કોઈને કહેવામાં, જણાવવામાં, ડાહ્યો ગણાવામાં આનંદ આવે છે. શાસ્ત્ર સાંભળીને વિદ્વાન નથી થવાનું, પંડિતાઈ બતાવવાની નથી. પણ પોતાના દોષો કાઢવાના છે'- આ હકીકત પ્રત્યે આંખ મીચામણાં કરવાની ભૂલ હજુ પણ મીઠી લાગે છે. “પોતાનું કામ નહિ કરું તો બધે જ નિરાધાર હાલતમાં રીબામણપૂર્વક રખડવું પડશે.” એવો અંતરમાં ભય નથી લાગતો એ પણ કાંઈ નાનીસુની ભૂલ નથી.
આટલા કાળ સુધી મેં મારો (આત્માનો) કોઈ વિચાર જ ના કર્યો! આત્મનિરીક્ષણ-નિજભાવપરીક્ષણ-સ્વભાવસંશોધન ન જ કર્યું. આ તે કેવી ભૂલ ! આ ભૂલની કબૂલાત પણ મોહના ઘરમાં ઊભો રહીને, મોહની મૂઢતા છોડયા વિના જ કરું છું. પછી ભૂલ અંતરથી કેવી રીતે જાય ? આ પણ ગોઝારી ભૂલ જ છે ને !
પોતાને ભૂલીને જે કરું છું એ જ મોટી ભૂલ છે'- એવું હમણાં આપની કૃપાથી સમજાયું છે. “હે પ્રભુ ! હું બહુ ભૂલી ગયો'- એમ બોલવા છતાં મારી ભૂલનો મને અંતરમાં કોઈ રંજ કે ડંખ રહેતો નથી. આ તે કેવી મૂઢતા ! અનંતાનુબંધી કષાયનું સ્વરૂપ પણ અન્યથા માનીને અન્યથા જ બોધ કર્યો. તેથી તે ગયા નહિ. તેને કાઢવાનો પારમાર્થિક આત્મપુરુષાર્થ હકીકતમાં કર્યો નહિ.
પ્રભુ ! વાસ્તવમાં મોક્ષની લગની-ઝંખના-તાલાવેલી જાગી જ નથી. માટે જ અહંકાર છૂટતો નથી. એક રીતે અભિમાનથી છૂટું છું તો બીજી રીતે તેને જ સામે ચાલીને વળગી પડું છું. મારી જાતે જ આધ્યાત્મિક ફાંસીના માંચડે ચઢી બેસું છું. બુદ્ધિથી, કલ્પનાશક્તિથી, તર્કશક્તિથી કષાયનું સ્વરૂપ સમજ્યો છું. પણ પરિણતિથી કષાયનું યથાવત્ સ્વરૂપ સમજાતું નથી. કુટિલ કષાયપોષક તત્ત્વમાં ન પ્રવર્તાય તો જ પરમાર્થથી કષાયસ્વરૂપ ઓળખાયું કહેવાય ને ?
મને તો જેમાં માન કષાય પુષ્ટ થાય એવો પુરૂષાર્થ કરીને “તપસ્વીત્યાગી-વિદ્વાન-પુણ્યશાળી-શક્તિશાળી-સંયમી-ચુસ્તઆરાધક-પ્રભાવક-ઉદ્ધારકલેખક-સર્જકએવા બિરુદો-વિશેષણો મેળવવા ઉત્સાહ ઘણો જાગે છે. તે A. લઘુતા મેરે મન માની, યહી ગુરૂગમ જ્ઞાન નિશાની... ... ચિદાનંદજી મહારાજ છેને રિસવ તે સિવ | (વર-૧/૪/૬).
૧પ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org