________________
૧૩) કારણતા - બે પ્રકાર | (૧) સ્વરૂપયોગ્યતા - કારણમાં રહેલી
એવી વિશેષતા કે જેથી એ વસ્તુ કાર્યસિદ્ધિ માટે કામમાં આવે, ઉપયોગી બને, એને સ્વરૂપથી યોગ્ય છે એમ કહેવાય. - સ્વરૂપયોગ્યકારણથી ભવિષ્યમાં અવશ્ય કાર્ય સિદ્ધ થશે જ એમ કહી શકાય નહીં. - જો બીજા સહકારી કારણો આવી મળે તો કાર્ય થાય, નહીં તો ન થાય.
પ્રશ્ન – જે તલ કોઠીમાં પડ્યા છે. એ તલ અને રેતી બેમાંથી એકેયવડે હાલ તેલ બનતું નથી. તો એવા તેલ અને રેતી બેમાં શું ફરક?
જવાબ રેતીમાંથી, ગમે એટલા સહકારી કારણો સાથ આપે તોય, તેલ બનવાનું નથી. જ્યારે સહકારી કારણોનો સહકાર મળવાથી તલ/મગફળી વડે તેલ બની શકે. માટે તલ/મગફળી વિ.માં તેલ પ્રત્યે સ્વરૂપયોગ્યકારણતા છે પણ રેતીમાં નથી. (વ્યવહારનયની કારણતા) જાતિભવ્ય અને અભિવ્ય બને મોક્ષે જવાના નથી તો એમાં શું ફેર ? જવાબ – અભવ્યમાં મોક્ષે જવાની યોગ્યતા જ નથી. એટલે વ્યવહારરાશિમાં આવે, દીક્ષા લે તો ય મોક્ષે ન જાય. જાતિભવ્યમાં યોગ્યતા પડી છે. એ જો વ્યવહારરાશિમાં આવે અને દીક્ષાવગેરે આરાધે તો મોક્ષે જઈ શકે એવું એના માટે કહી શકાય. (પણ એ વ્યરાશિમાં આવવાનો જ નથી.) ફલોપધાયક ન બને ત્યાં સુધી નિષ્ક્રિય કારણમાં ફક્ત સ્વરૂપયોગ્યતા હોય છે. (૨) ફલોપધાયકતા
યથાશીઘ્ર ફલનિષ્પત્તિ કરનારું છે કારણ તેને ફલોપધાયક કહેવાય. (સક્રિયકારણ) દા.ત. તન્ત જ્યારે શાળ ઉપર ચઢાવી દીધા પછી વણાટ કામ ચાલુ થાય ત્યારે એ તસુસમૂહને ફલોપધાયક કહેવાય. બીજ જ્યારે પાણીવાળા ખેતરમાં વવાય ત્યારે ફલોપધાયક કહેવાય. (નિશ્ચયનયની કારણતા) પ્રતિબધ્ય - પ્રતિબન્ધક
કારણસામગ્રી સક્રિય હોવા છતાં કાર્ય ન થાય ત્યારે એ કાર્યને થતું રોકનાર તત્ત્વ પ્રતિબંધક કહેવાય. (વિદનકર્તા કહેવાય.) કારણસામગ્રી ન હોય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org