________________
સંકેત કરવો પડે. અહીં ઘૂટણ કે કોણી વિ. અવચ્છેદકો દ્વારા કુષ્ઠ રોગનો સંકેત થતો હોવાથી તે પુરુષના શરીરમાં કુષ્ઠરોગ સાવચ્છિન્નવૃત્તિ છે એમ કહેવાય. એ રીતે વૃક્ષમાં કપિસંયોગનું અવચ્છેદક શાખા કહેવાય. વૃક્ષમાં મૂળભાગમાં કપિસંયોગ નથી માટે વૃક્ષમાં રહેલા કપિસંયોગાભાવનું અવચ્છેદક મૂળ કહેવાય.
નોધપાત્ર વિશેષતા એ છે કે અવ્યાપ્યવૃત્તિ અર્થાત્ અવચ્છિન્નવૃત્તિ પદાર્થો અને તેમનો અભાવ ભિન્ન - ભિન્ન અવચ્છેદકદ્વારા એક જ આશ્રયમાં રહી શકે છે. ન્યાયદર્શનના આ સિદ્ધાંતમાં અનેકાન્તવાદનો વિજય થાય છે. કારણકે અનેકાન્તવાદનો સિદ્ધાન્ત એ છે કે એક જ આશ્રયમાં બે વિરોધી પદાર્થો ભિન્ન - ભિન્ન અપેક્ષાએ એક સાથે રહી શકે છે.
આ હકીકતોને શબ્દમાં આલેખવાની જુદી જુદી પદ્ધતિઓ આ પ્રમાણે છે. वृक्षवृत्तिकपिसंयोगावच्छेदिका शाखा शाखावच्छेदेन कपिसंयोगवान् वृक्षः शाखावच्छेदेन कपिसंयोगः वृक्षवृत्तिः मूलावच्छेदेन तदभाववान् वर्तते वृक्षवृत्तिकपिसंयोग: शाखावच्छिन्नः शाखावच्छिन्नकपिसंयोगः मूलावृक्षे शाखावच्छेदेन कपिसंयोग:वर्तते वच्छिन्नतदभाव→A समानाधिकरण:
MB પ્રતિયો વી वृक्षवृत्तिकपिसंयोगाभावावच्छेदकं मूलम् मूलावच्छेदेन कपिसंयोगाभाववान् वृक्षः वृक्षवृत्तिकपिसंयोगाभावः मूलावच्छिन्नः
वृक्षे मूलावच्छेदेन कपिसंयोगाभावो वर्तते ૫. અવચ્છેદક સમ્બન્ધ
જેમ એક જ આશ્રયમાં અવચ્છેદકભેદથી પદાર્થ અને પદાર્થનો અભાવ બન્ને રહે છે. એ જ રીતે સમ્બન્ધભેદથી પણ એકજ આશ્રયમાં પદાર્થ અને પદાર્થોભાવ બને રહી શકે છે. એટલે પદાર્થની અવસ્થિતિનું નિયંત્રણ કરનાર હોવાથી સમ્બન્ધ પણ અવચ્છેદક બને.
संयोगसम्बन्धावच्छिन्नप्रतियोगिताक घटाभावः स्वरूपसंबन्धेन भूतले वर्त्तते ( भूतलनिष्ठः ) । स्वरूपसम्बन्धेन भूतलनिष्ठघटाभावीय प्रतियोगितावच्छेदकसम्बन्धः संयोगः ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org