________________
लोके तत्सदृशो ह्यर्थः, कृत्स्नेऽप्यन्यो न विद्यते । उपगीयेत तद्येन, तस्मानिरुपमं सुखम् ॥३०॥ लिङ्गप्रसिद्धेः प्रामाण्यादनुमानोपमानयोः । अत्यन्तं चाऽप्रसिद्धं तद्, यत्तेनाऽनुपमं स्मृतम् ॥३१॥ प्रत्यक्षं तद्भगवतामर्हतां तैश्च भाषितम् । गृह्यतेऽस्तीत्यतः प्राज्ञैर्न च्छद्मस्थपरीक्षया ॥३२॥
આ સમસ્ત જગતમાં તે (મોક્ષના સુખ) ના જેવો બીજો પદાર્થ જ નથી કે જેની સાથે તે (મોક્ષ-સુખ) સરખાવી શકાય. તેથી તે સુખ નિરૂપમ છે. (૩૦)
અનુમાન અને ઉપમાનનું પ્રમાણપણું લિંગની પ્રસિદ્ધિથી (જ) થાય છે. (અનુમાનમાં અન્વય-વ્યતિરેકી લિંગ છે. ઉપમાનમાં સાદશ્યજ્ઞાન લિંગ છે.) જ્યારે મોક્ષસુખમાં તે અત્યંત અપ્રસિદ્ધ છે. માટે અનુપમ કહ્યું છે. (૩૧)
શ્રી અરિહંતભગવંતોને તે (સુખ) પ્રત્યક્ષ છે તેથી તેઓ વડે કહેવાયેલું તે સુખ પંડિતો વડે (આગમ પ્રમાણથી) ગ્રહણ કરવા યોગ્ય છે. (આગમ વિના) છદ્મસ્થની પરીક્ષા વડે ગ્રહણ થાય તેવું નથી. (૩૨) પરિશિષ્ટ-૨ - ૧૪૧ | . તત્વાર્થ-ઉષા
Jain Education International Private & Personal use onlyww.jainembrary.org