________________
- -
शिरसा गिरि बिभित्सेदुच्चिक्षिप्सेच्च सक्षितिं दोाम् । प्रतितीर्धेच्च समुद्र, मित्सेच्च पुनः कुशाग्रेण ॥२४॥ व्योम्नीन्दु चिक्रमिषेन्मेरुगिरि पाणिना चिकम्पयिषेत् । गत्यानिलं जिगीषेच्चरमसमुद्रं पिपासेच्च ॥२५॥ खद्योतकप्रभाभिः सोऽभिबुभूषेच्च भास्करं मोहात् ।। योऽतिमहाग्रन्थार्थं, जिनवचनं संजिघृक्षेत ॥२६॥
જે પુરુષ અતિ વિશાળ ગ્રંથ અને અર્થ વડે પૂર્ણ જિનવચનને સંપૂર્ણ રીતે સંગ્રહ કરવાની ઇચ્છા કરે છે, તે મૂઢ મસ્તકવડે પર્વતને તોડવાને ચાહે છે, બે ભુજાવડે પૃથ્વીની સાથે પર્વતને ખેંચવાને ચાહે છે, સમુદ્રને બે ભુજાવડે તરી પાર પામવાને ચાહે છે અને વળી ડાભના અગ્રભાગવડે સમુદ્ર (જળ) ને માપવા ચાહે છે, આકાશમાં ઉછળી ચંદ્રનું ઉલ્લંઘન કરવા ચાહે છે, મેરુ પર્વતને હાથ વડે કંપાવવા ચાહે છે, ગતિવડે વાયુથકી પણ આગળ જવા ચાહે છે, અંતિમ (સ્વયંભૂરમણ) સમુદ્રને પીવાને ચાહે છે અને ખજુઆની પ્રભાથી સૂર્યને પરાભવ કરવા ચાહે છે. (૨૪-૨૫-૨૬). પરિશિષ્ટ-૧ = ૧ર૦ %) તત્ત્વાર્થ-ઉષા
Jain Education Internationat Private & Personal Use Onlyww.jainelibrary.org