________________
F
यस्तु कृतार्थोऽप्युत्तममवाप्य धर्मं परेभ्य उपदिशति । नित्यं स उत्तमेभ्योऽप्युत्तम इति पूज्यतम एव तस्मादर्हति पूजामर्हन्त्रेवोत्तमोत्तमो लोके । देवर्षि - नरेन्द्रेभ्यः, पूज्येभ्योऽप्यन्यसत्त्वानाम् अभ्यर्चनादर्हतां मनः प्रसादस्ततः समाधिश्च । तस्मादपि निःश्रेयसमतो हि तत्पूजनं न्याय्यम्
rrrr
Vા. વળી જે પુરુષ ઉત્તમ ધર્મ (કેવળજ્ઞાન સ્વરૂપ)ને પામીને પોતે કૃતાર્થ થયા છે. છતાં પણ બીજાઓને નિરંતર ધર્મનો ઉપદેશ કરે છે તે ઉત્તમોથકી પણ ઉત્તમ =ઉત્તમોત્તમ છે અને સર્વને પૂજવા યોગ્ય પૂજ્યતમ જ છે, (૬)
તે માટે ઉત્તમોત્તમ એવા અર્હત જ લોકમાં અન્ય પ્રાણીઓને પૂજ્ય (મનાતા) એવા દેવર્ષિ અને રાજાઓ વડે પણ પૂજાવાને યોગ્ય છે. (૭)
અરિહંતોની પૂજાથકી મનની પ્રસન્નતા (–શુદ્ધિ) થાય અને તે (મનની પ્રસન્નતા) થી સમાધિ થાય અને તે નાથી મોક્ષ પ્રાપ્તિ થાય. આ કારણથી અરિહંતોની પૂજા કરવી એ યોગ્ય જ છે. (૮)
પરિશિષ્ટ-૧ Jain Education International Private & Personal Use Onlwww.jainelibrary.org
* ૧૨૧ *
તત્ત્વાર્થ-ઉષા