________________
પ્રાથન
શ્રી તત્ત્વાર્થાધિગમ શાસ્ત્ર રૂપી સૂર્યમાંથી પ્રગટેલ અતિસંક્ષિપ્ત સૂચક સમજુતી-અર્થને અહીં શ્રી ‘તત્ત્વાર્થઉષા' એ ઉપનામ આપ્યું છે.
શ્રી તત્ત્વાર્થ શાસ્ત્ર એટલે પાતાલકૂપસમાં ‘પૂર્વો’ અને પ્રમાણ નય-ભંગી આદિ મહારત્નોથી અલંકૃત શ્રો જૈન શ્રુતસાગરને અવગાહવા માટેનો જાણે એક આરો. એમાં ઉતરવાથી વિશ્વના તત્ત્વોનો વિપુલ બોધ થવા સાથે જીવનનો ઉત્તમ કર્તવ્ય-માર્ગ સૂઝે છે.
આ શાસ્ત્રમાં મુખ્ય અભિધેય સમ્યગ્દર્શન, જ્ઞાન, જીવ-અજીવ-વગેરે તત્ત્વો અને ચારિત્ર છે. પ્રમાણ અને પ્રમેય ઉભયનો પ્રતિપાદક આ ગ્રંથ ખરેખર ! સંક્ષેપમાં શ્રી જૈન દર્શનના મૌલિક વાચ્યોનો સંગ્રહ-ગ્રંથ છે. આ અને આવા બીજા ગ્રંથો ગ્રંથકારને હૈમવ્યાકરણ જેવામાં ઉત્કૃષ્ટ સંગ્રહકાર તરીકેની ખ્યાતિ અર્પે છે. આ શાસ્ત્રનું વિશેષ વિષયદર્શન આની સાથેની વિષય-નોંધમાંથી
થઈ શકાશે.
પ્રાથન
* 9 *
તત્ત્વાર્થ-ઉષા
Jain Education International Private & Personal Use Onlyww.jainelibrary.org