________________
શુભ ધ્યાને મરી સુર હુઓ રે, પહેલા સ્વર્ગ મોઝાર પલ્યોપમ આયુ ચ્યવી રે ભરત ઘરે અવતાર રે નામે મરીચિ યૌવને રે, સંયમ લીએ પ્રભુ પાસ
દુષ્કર ચરણ લહી થયો રે, ત્રિદંડીક શુભ વાસ રે પ્રાણી..૮
ઢાળ બીજી
નવો વેષ રચે તિણી વેળા, વિચરે આદીશ્વર ભેળા જળ થોડે સ્નાન વિશેષે, પગે પાવડી ભગવે વેષે ધરે ત્રિદંડ લાકડી મ્હોટી, શિરમુંડણને ધરે ચોટી, વળી છત્ર વિલેપન અંગે, થૂલથી વ્રત ધરતો રંગે સોનાની જનોઈ રાખે, સહુને મુનિ મારગ ભાખે સમોસરણે પૂછે નરેશ, કોઈ આગે હોશે જિનેશ જિન જંપે ભરતને તામ, તુજ પુત્ર મરીચિ નામ; વીર નામે થશે જિન છેલ્લા, આ ભરતે વાસુદેવ પહેલા ચક્રવર્તી વિદેહે થાશે, સુણી આવ્યા ભરત ઉલ્લાસે, મરીચિને પ્રદક્ષિણા દેતા, નમી વંદીને એમ કહેતા તમે પુણ્યાઈવંત ગવાશો, હરિ ચક્રી ચરમ જિન થાશો નવિ વંદુ ત્રિદંડીક વેષ, નમું ભક્તિએ વીર જિનેશ એમ સ્તવના કરી ઘેર જાવે, મરીચિ મન હર્ષ ન માવે, મ્હારે ત્રણ પદવીની છાપ, દાદા જિન ચક્રી બાપ અમે વાસુદેવ ધુર થઈશું, કુળ ઉત્તમ માહરું કહીશું, નાચે કુળ મદ શું ભરાણો, નીચ ગોત્ર તિહાં બંધાણો
પ્રાણી..૭
..૧
..૨
..3
..૪
..પ
..{
..૭
..<
Jain Education International For Private 55ersonal Use Only www.jainelibrary.org