________________
મહાવીર સ્વામીના ૨૦ ભવનું સ્તવન
ટાળ
શ્રી શુભ વિજય સુગુરુ નમી, નમી પદ્માવતી માય ભવ સત્તાવીશ વર્ણવું સુણતાં સમકિત થાય સમકિતિ પામે જીવ ને, ભવ ગણત્રીએ ગણાય જો વળી સંસારે ભમે, તો પણ મુગતે જાય વીર જિનેશ્વર સાહીબો, ભીયો કાળ અનંત પણ સમકિત પામ્યા પછી, અંતે થયા અરિહંત પહેલી પહેલે ભવે એક ગામનો રે, રાય નામે નયસાર કાષ્ટ લેવા અટવી ગયો રે, ભોજન વેળા થાય.. ધરિયે સમકિત રંગ, જિમ પામીયે સુખ અભંગ રે મન ચિંતે મહિમા નીલો રે, આવે તપસી કોઈ દાન દઈ ભોજન કરું રે, તો વાંછિત ફળ હોય મારગ દેખી મુનિવરા રે, વંદે દેઈ ઉપયોગ પૂછે કેમ ભટકો ઈહાં રે, મુનિ કહે સાર્થ વિયોગ રે હરખ ભરે તેડી ગયો રે, પડિલાભ્યા મુનિરાજ
ભોજન કરી કહે ચાલીએ રે, સાર્થ ભેળાં કરું આજ રે પ્રાણી..૪ પગવટીએ ભેળાં કર્યા રે, કહે મુનિ દ્રવ્ય એ માર્ગ સંસારે ભૂલા ભમો રે, ભાવ મારગ અપવર્ગ રે દેવગુરુ ઓળખાવીયા રે દીધો વિધિ નવકાર પશ્ચિમ મહાવિદેહમાં રે, પામ્યો સમકિત સાર રે
પ્રાણી..૫
17
-
Jain Education International For Private &bersonal Use Only
...૧
..2
...3
પ્રાણી..૧
પ્રાણી..૨
પ્રાણી..૩
પ્રાણી..૬
www.jainelibrary.org