________________
3_
(બીજની સ્તુતિ)
અજુવાલી તે બીજ સોહાવે રે, ચંદા રુપ અનુપમ ભાવે રે; ચંદા વિનતડી ચિત્ત ધરજો રે, સીમંધરને વંદના કહેજો રે ||૧|| વીસ વિહરમાન જિનને વંદો રે, જિનશાસન પુજી આનંદો રે; ચંદા એટલું કામ મુજ કરજો રે, સીમંધરને વંદના કરજો રે ||ગી સીમંધર જિનની વાણી રે, તે તો પીતાં અમીય સમાણી રે; ચંદા તમે સુણી અમને સુણાવો રે, ભવસંચિત પાપ ગમાવો રે |૩|| સીમંધરજિનની સેવા રે, જિનશાસન ભાસન મેવા રે;
ચંદા હોજો સંઘના ત્રાતા રે, મૃગ લંછન ચંદ્ર વિખ્યાતા રે ||૪||
4
અરિહંત નમો વળી સિદ્ધ નમો, આચારજ વાચક સાહુ નમો; દર્શન જ્ઞાન ચારિત્ર નમો, તપ એ સિદ્ધિચક્ર સદા પ્રણામો અરિહંત અનંત થયા થાશે, વલી ભાવ નિક્ષેપે ગુણ ગાશે; પડિક્કમણાં દેવવંદન વિધિશું, આંબિલ તપ ગણણું ગણો વિધિશું છ'રી પાળી જે તપ કરશે, શ્રીપાલતણી પરે ભવ તરસે;
સિદ્ધચક્રને કોણ આવે તોલે, એહવા જિન આગમ ગુણ બોલે
Jain Education International For Private &35rsonal Use Only
11911
11211
11311
www.jainelibrary.org