________________ (માંથી ઉર્દૂત). તંત્રી : સ્વ. શેઠ ગુલાબચંદ દેવચંદ તંત્રી-મુદ્રક-પ્રકાશક મહેન્દ્ર ગુલાબચંદ શેઠ જૈન” વર્ષ : 84 અંક : 25 વીર સં. 2515 : વિ. સં. 2044, કારતક વદ ક્રિ. 7 તા. 13 નવેમ્બર, 1987, શુક્રવાર સુખદ સમાધાન | સિદ્ધાન્તમહોદધિ સ્વ. પૂ. આચાર્યદેવશ્રી વિજયપ્રેમસૂરીશ્વરજી મહારાજના પટ્ટધર પૂ. આચાર્યશ્રી વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજ તથા પૂ. આચાર્યશ્રી વિજયભુવનભાનુસૂરીશ્વરજી મહારાજ વચ્ચે હાલમાં ઘણી જ સમયથી શ્રી જિનશાસનની દેશના પદ્ધતિ અંગે તથા શ્રી પ્રાર્થના (જય વીયરાય) સૂત્રમાંના ‘ઇષ્ટ ફલ સિદ્ધિ’ પદના પરમાર્થ સંબંધમાં ભારે મતભેદ ઊભો થયેલ અને તે માટે સંબંધિત પત્રોમાં તેનું પ્રતિપાદન થતું હતું. આ બન્ને આચાર્યદિવોની વચ્ચે તાજેતરમાં તેનું સમાધાન થતાં ધર્મોપદેશકોને તથા તત્ત્વજિજ્ઞાસુ શ્રદ્ધાળુઓને ‘ઇષ્ટ ફલ સિદ્ધિ/તથા દેશના પદ્ધતિ વિશે શાસ્ત્રાનુસારી માર્ગદર્શન આપતો બન્ને આચાર્યદવોની સહીથી પ્રગટ થયેલ એક નિર્ણય... (જુઓ પેજ નં. 51) જે ઉદારતાથી પરમ પૂજ્ય આચાર્યશ્રી વિજયરામચંદ્રસૂરીશ્વરજી મ. એ આ બાબતમાં સમાધાન કરેલ છે. તેવી રીતે તિથિ પ્રકરણનું સમાધાન લાવી તપગચ્છ જૈન સંઘમાં વ્યાપેલ કલહને દૂર કરે તેવી પ્રાર્થના. Jain Education International For Privale & Personal use only www jainelibrary.org