________________
વૈયાવચ્ચગરાણ' આદિ સૂત્ર બોલી કાયોત્સર્ગ કરાય છે તે વૈયાવચ્ચશાંતિ-સમાધિ કરનારા દેવો આદિને એ વૈયાવચ્ચ આદિ કરવામાં ઉત્સાહ વધે, એ ઉદ્દેશથી કરાય છે. હવે જોઈએ તો અહીં આ કાયોત્સર્ગ ક્રિયા શું એકમાત્ર મોક્ષના જ ઉદ્દેશથી કરી? કે વૈયાવચ્ચકારીની ઉત્સાહ-વૃદ્ધિના ઉદ્દેશથી કરી? ત્યારે શું વૈયાવચ્ચઆદિના ઉત્સાહ એ મોક્ષ છે તે એમ કહેવાય કે એનો ઉદ્દેશ એટલે મોક્ષનો ઉદ્દેશ છે? મોક્ષ અવસ્થામાં તો કોઈ પ્રશસ્ત પણ કષાય નથી, એટલે પછી ત્યાં વૈયાવચ્ચનો ઉત્સાહ ય શાનો હોય?
ધર્મ શા માટે કરવાનો? (લેખાંક-૨) (દિવ્યદર્શન, વર્ષ-૩૩, વિ.સં. ૨૦૪૧, માગસર સુદ-૨, અંક નં.૧૧)
ધર્મસાધનામાં એકલો દૂરનો મોક્ષનો જ ઉદ્દેશ રાખવા જતાં બીજા દોષ-ત્યાગ વગેરે નિકટની વસ્તુ સિદ્ધ કરવાના ઉદ્દેશ નજર સામે ન રહેવાથી આત્માના કેટલાય દોષો ધર્મી જીવમાં પણ વર્ષો જવા છતાં એમ જ ઊભા રહે છે, એ દોષો દબાવવા માટે આ નિકટના બીજા ઉદ્દેશ રાખવા જરૂરી છે', એનો ગત લેખમાં વિચાર કર્યો. સાથે ધર્મક્રિયામાં શાસ્ત્ર પણ એવા બીજા ઉદ્દેશ બતાવે છે એ પ્રતિક્રમણાદિ ક્રિયામાં મોક્ષ સિવાયનાં બીજા ઉદ્દેશથી ધર્મક્રિયા કરવાનું “અરિહંત ચેઈયાણં' “વૈયાવચ્ચગરાણના દાખલાથી જોયું. હવે એ જોઈએ કે મહાન આત્માઓએ આપત્તિ વખતે કેવા કેવા સમાધિ વગેરે બીજા બીજા ઉદ્દેશથી ધર્મસાધનાઓ કરી છે દા.ત.
સુદર્શન શેઠ પર રાણીએ કલંક ચડાવ્યું ને રાજાના હુકમથી શેઠને શૂળીએ ચડાવવા લઈ ચાલ્યા. શેઠની પત્ની મનોરમાને પૂરી ખાતરી છે કે “મારા પતિમાં દુરાચારની ભાવના ય સંભવે જ નહી, તેથી એણે આમાં શાસનદેવતાની સહા લેવા માટે કાયોત્સર્ગ લીધો છે અહીં કાયોત્સર્ગ ક્રિયાનો ઉદ્દેશ શો હતો? આ જ કે, “પતિ પરનું કલંક ઊતરે, ને એ સારું દેવતા સેવા-વૈયાવચ્ચ માટે આવે.” આ શું મોક્ષના ઉદ્દેશથી કાયોત્સર્ગ અને અનશનની ધર્મક્રિયા કરી, તો શું એણે વિષક્રિયા-પાપક્રિયા કરી?
અહીં જો મનોરમા એટલી જ સમજ હોત કે ધર્મનો મોક્ષ માટે જ થાય તો એ આ કાયોત્સર્ગ ધર્મ (૧) પતિનું કલંક ઉતારવા માટે, અને (૨) એ સારુ શાસનદેવતાને આકર્ષવા માટે શી રીતે કરી શકત? પરંતુ એ માટે એણે કાયોત્સર્ગ
(૨૦૫).
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org