________________
દા.ત. મારે તપ કરી કરી આહાર સંજ્ઞા મારવી છે; વીતરાગનાં દર્શન કરી કરી રૂપાળી પત્ની વગેરેના રાગ ઓછા કરવા છે;” “મને દર્શનાદિમાં અંતરાય કરનાર પર થાતાં દ્વેષ દબાવવા છે' .. આવા આવા ઉદ્દેશ મન પર હશે તો ધર્મ કરતાં એ ઉદ્દેશ સિદ્ધ કરવા પર પાકું લક્ષ રહેશે. લક્ષ્ય સિદ્ધ થતું નહીં દેખાય ત્યાં દુઃખ રહેશે કે “હાય! તપ કરું છું ને આ આહારની સંજ્ઞા કેમ ઓછી થતી નથી? વીતરાગનાં દર્શન કર્યા કરું છું ને પત્ની પર એની સેવા ને સૌંદર્ય પર હૈયું કેમ ઓવારી જાય છે?” આ અક્સોસી રહેતી હશે તો એ ધર્મ કરતાં કરતાં હાલ સંજ્ઞા અને રાગ ને દ્વેષ ઓછા કરવાની મથામણ રહેશે. માત્ર મોક્ષનો જ ઉદ્દેશ હશે એ આ શી મથામણ કરે?
ધર્મ મોક્ષ માટે કરવાનો એની ના હોય જ નહીં, પરંતુ પહેલાં તો આ નિકટની વસ્તુ સિદ્ધ કરવાના ઉદ્દેશ પણ રાખવાની ખાસ જરૂર છે. જુઓ શાસ્ત્રકારોએ ધર્મનાં અનુષ્ઠાન બતાવ્યાં છે એમાં પણ આવા નિકટની વસ્તુની સિદ્ધિનાં ઉદ્દેશ બતાવ્યા છે, ને એ ઉદ્દેશથી કરાતી ધર્મસાધના એ પાપક્રિયા નથી કહી. દા.ત.
મોક્ષ સિવાયના અનંતરપ્રયોજન રૂપ ઉદ્દેશના શાસ્ત્રીય દાખલા:
પ્રતિક્રમણની ક્રિયા પણ એ બતાવી રહી છે જેમ કે, “અરિહંત ચેઈયાણં'ના કાઉસ્સગ્નની ક્રિયા કરાય છે અરિહંત ચૈત્યના વંદન-પૂજનાદિની અનુમોદનાના લાભના ઉદ્દેશથી કરાય છે. ભગવાનનાં બીજા ભક્તોથી કરાતાં વંદન-પૂજન આદિના મને લાભ મળો એ નિમિત્તે અર્થાત્ એની અનુમોદનાર્થે કાયોત્સર્ગ ક્રિયા કરાય છે. આ મોક્ષનો જ ઉદ્દેશ છે એમ નહી કહેવું, કેમ કે તો પછી આગળ નિવસગવત્તિયાએ પદથી “મોક્ષના નિમિત્તે એ કહેવું નિરર્થક ઠરે! એ છ પદોમાં દરેક પદ સ્વતંત્ર છે, અલગ અલગ ઉદ્દેશ બતાવે છે. માટે તો કાયોત્સર્ગનાં આ ૬ નિમિત્ત છે, ૬ ઉદ્દેશ છે. હવે જુઓ એકલો મોક્ષના જ ઉદ્દેશથી ધર્મ કરવાનો આગ્રહ રાખનાર અહીં “અરિહંત ચેઈયાણ' સૂત્રમાં બતાવેલ છ ઉદ્દેશ પૈકી એક મોક્ષ ઉદેશ સિવાયનાં પાંચ ઉદ્દેશ અંગે શું કહેશે? એમ મોક્ષ ઉદેશ સિવાય જે બીજા પાંચ ઉદ્દેશ બતાવ્યા છે એ પાંચ ઉદ્દેશમાં મોક્ષ ઉદ્દેશ સમાઈ જતો હોય તો નિવસગ્ગવત્તિયાએ પદથી જુદો મોક્ષનો ઉદ્દેશ કહેવાની શી જરૂર?
(૨૦૪).
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org