________________
મિથ્યાત્વી દેવદેવી આગળ નહિં, કે કોઈ દુન્યવી માણસની આગળ નહિ, બીજાની ચાપલુસી કરીએ નહિં. “મારે તો સારું થશે એ મારા ભગવાનથી ; ને મારા ભગવાનથી એ અવશ્ય સિધ્ધ થશે,'-આવો અટલ વિશ્વાસ હોય, ત્યારે જ પેલાને જેમ અંતરમાં શેઠ પ્રત્યે આવો નોકરભાવ, દાસભાવ, સેવકભાવ, એમ આપણાં હૃદયમાં પ્રભુ પ્રત્યે સાચો નોકરભાવ, દાસભાવ, સેવકભાવ આવે.
પ્રભુ પ્રત્યે આવો નોકરભાવ રાખીએ એ કંલક નથી, પણ આપણી શોભા છે. આ સમજીને જ ગણધર ભગવંત અને શાસ્ત્રકારો મહર્ષિઓ તીર્થકર ભગવાન આગળ ભગવાનના અચિંત્ય પ્રભાવે “ઈષ્ટફલસિદ્ધિ એટલે ઈચ્છિત ઈહલૌકિક પદાર્થ સિદ્ધ થવાની માગણી કરાવે છે. એ છે કે એમાં જ આપણા પ્રભુ પ્રત્યે સાચો નોકરભાવ, આશ્રિતભાવ પોષાય છે, અને “પ્રભુ જ આપણા સ્વામી” અને “પ્રભુ જ આપણા આશ્રયદાતા,” “પ્રભુનો જ આપણે એક આશરો.”—એવો ભાવ આપણાં દિલમાં ચરિતાર્થ થાય છે. ત્યાં આપણે પ્રભુના જ સહારે રહ્યા, એટલે પ્રભુ આગળ આપણા અભિમાનને રહેવા જગા જ નથી રહેતી. ત્યારે “પ્રભુ આગળ મોક્ષ મોક્ષ સામગ્રી જ મંગાય, આ લોકની વસ્તુ ન જ મંગાય” એમ એકાન્ત કહેવામાં તો કલિકાલ સર્વજ્ઞ કહેલ પ્રભુ પ્રત્યે દાસભાવનોકરભાવ-આશ્રિતભાવને આવતો અટકાવવાનું થાય છે, અને ભવી જીવોને અભિમાનમાં સબડાવવાનું થાય છે. અભિમાન આ, કે- “જરૂરી મળી આવશે તે, યા આફત ટળશે તે, મારી મહેનતથી, મારા પુણ્યથી થશે.” ત્યારે આવી ઈહલૌકિક વસ્તુ જેવી નાની બાબતમાં ય જો પ્રભુના પ્રત્યે આશ્રિતભાવ અને પ્રભુમાં સમર્થસ્વામિભાવ મનમાં અને અમલમાં નથી લાવવો, પછી એ સમ્યક્ત્વ, દાન-શીલ-તપ-વ્રત-નિયમ. યાવત્ ચારિત્ર જેવી મોટી દુર્લભ બાબતોમાં અભિમાન ટાળી, “મારું શુ ગ? પ્રભુનો જ ઉપકાર'- એવો પ્રભુ પ્રત્યે દાસભાવ-આશ્રિતભાવ શી રીતે લાવી શકવાનો હતો? તે જીવનમાં અરિહંતદેવને કેટલું સ્થાન આપી શકવાનો હતો. એ તો માનતો રહેશે “પ્રભુએ મોક્ષમાર્ગ બતાવ્યો એ પ્રભુનો ઉપકાર, બાકી તો આપણે પુરુષાર્થ કર્યો તો જ સમક્તિ આવ્યું, તો જ દાન કર્યું, શીલ પાળ્યું, તપ કર્યો...” આમ પુરુષાર્થના એટલે કે જાતના અભિમાનમાં તણાયો જશે! ત્યારે અભિમાનીને કદી સીધેસીધો મોક્ષ મળ્યો છે ? કદી મોક્ષ સાધક ધર્મપરિણતિ મળી છે? એમ પ્રભુ પ્રત્યે
(૧૯૫)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org