________________
નથી”,- આ કઈ સમજ પ૨ કહેતા હશે? આ જ સમજ પર કે પ્રભુ ઠેઠ નિગોદમાંથી આપણને આટલે ઊંચે લાવનાર, અને હજી પણ ઠેઠ મુક્તિ સુધી પહોંચાડનાર છે. વર્તમાનમાં જે જીવી રહ્યા છીએ એમાં જો આપણે બુદ્ધિમાન હોઈએ તો પ્રભુના સહારે ‘માત્ર ખોળિયેજ માનવ અને હૃદયથી પશુ નહિ, પરંતુ હૃદયથી પણ માનવ બની શકીએ છીએ. માનવ જ શું, મહામાનવ અને પરમ માનવ બની શકીએ છીએ. પરંતુ એમાં એક મુખ્ય વાત આ કે આપણે આપણું અભિમાન છોડી અને મનથી જેના તેના આશરા છોડી એક માત્ર અરિહંત પ્રભુના દાસ અને પ્રભુના આશ્રિત બન્યા રહેવું જોઈએ.
‘અભિમાન છોડ્યુ’ એટલે કર્તૃત્વનું અભિમાન છોડ્યું, એટલે કે મનને એમ ન થાય કે બધુ સારૂ અનુકૂળ મેં કર્યુ' યા ‘હું કરું છું,' પરંતુ એમ થાય કે ‘સારું કરવાનું માંરું શું ગજુ? એ તો મારા પ્રભુના અચિંત્ય પ્રભાવથી પ્રભુના ઉપકારથી ૪ થઈ રહ્યુ છે.’
નોકર ને કોઈ કહે, ‘ ભાઈ ! તમારા કપડા હાઈકલાસ ! તમે મકાન સારું બાંધ્યુ !’ તો એ શું કહે છે ? ‘ભાઈ ! આમાં મારી કશી વડાઈ નથી. એ તો રુડા પ્રતાપ ઉદાર શેઠના કે આ બધુ સારું અનુકૂળ બની આવે છે.’ શું એ નોકરીની મજુરી કર્યાવિના પામે છે ? ના, છતાં શેઠની દયા ઉદારતા કદરદાનતા ? વગેરેની આગળ (૧) પોતાની મજુરી અને પોતે વિસાતમાં લાગતો નથી, (૨) જાતનું ને મજુરીનું એને અભિમાન નથી, (૩) પોતાને તુચ્છ ગણે છે.
એમ આપણને બધી સારી પ્રાપ્તિમાં અરિહંત ભગવાનનો જ પ્રભાવ દેખાય, પ્રભુનો જ ઉપકાર દેખાય, તે એટલે સુધી કે જેમ નોકરને પોતાના ઘરમાં કોઈ જરૂર પડી યા મુશ્કેલી આવી તો એને શેઠ પરની શ્રદ્ધાથી શેઠ આગળ જ જરૂરી વસ્તુ માગશે, શેઠને જ મુશ્કેલી ટાળવાનું કહેશે, પણ બીજાને નહિં, એ તો શેઠને કહેશે કે ‘મારે તો તમે મારા શેઠ છો, એટલે બીજા પાસે હું શાનો માગું ? બીજા પાસે તો તમારી પ્રતિષ્ઠાને ધક્કો લગાડનારો થાઉં. એટલે માગું તો તમારી પાસે જ માગું ; અને મને પાકો વિશ્વાસ છે કે તમારી દયાથી તમારી ઉદારતાથી મારું કામ થઈ જ જવાનું,’ એ પ્રમાણે અહીં પણ ઈચ્છિત આ લોકની વસ્તુ સિદ્ધ કરવાનું ને ઈચ્છિત આફત નિવારવાનું અરિહંત પ્રભુ આગળ જ માગીએ, કોઈ
Jain Education International
(૧૯૪)
For Private & Personal Use Only
www.jainelibrary.org