________________
જ નહિ. ઉર્દુ અરિહંતદેવ આગળ આ પ્રાર્થના દ્વારા એ અરિહંતદેવની વધુ નિકટ આવ્યો, કેમકે એણે અરિહંત પ્રત્યે અનન્ય બહુમાન ધરી એ શ્રદ્ધા પોષી, - કે “મારે જો સારું થવાનું, ને ચિત્ત-સ્વસ્થતા થવાની, તો તે અરિહંતદેવથી જ થવાની.” અરિહંતદેવ પ્રત્યેનું બહુમાન અને એમના અચિંત્ય પ્રભાવ પર શ્રદ્ધા સમ્યત્વને અજવાળે છે.
આ સમજીને જ ગણધર ભગવાને ભક્તને પ્રભુ આગળ ઇષ્ટફળસિદ્ધિની માગણી કરાવી. ને ધુરંધર પૂર્વાચાર્ય ભગવંતોએ ઈષ્ટફળ' તરીકે ચોખ્ખો ઈહલૌકિક પદાર્થ લીધો.
(૧) એમને જો “ઈષ્ટફળથી મોક્ષ-મોક્ષસાધક પદાર્થ જ લેવો ઈષ્ટ હોત, તો તો “ઈષ્ટફળ'નો એમણે “મોક્ષ અને મોક્ષસાધક સામગ્રી' એવો જ અર્થ કર્યો હોત, પરંતુ એવો અર્થ નથી કર્યો, ને “ઈહલૌકિક પદાર્થ જ અર્થ કર્યો છે. એ સ્પષ્ટ સૂચવે છે કે એમને આ જ અભિપ્રેત છે કે “ઈષ્ટફળસિદ્ધિથી ભક્ત પ્રભુ આગળ ઈહલૌકિક વસ્તુ માંગે.
(૨) વળી એ પણ વિચારણીય છે કે ઈષ્ટફળ'નો એવો જો પરમાર્થ લેવાય કે “ભગવાન આગળ મોક્ષ અને મોક્ષ સાધક સામગ્રી જ મંગાય.” અને
એમાંના જ કારથી ઈહલૌકિક પદાર્થ મંગાય જ નહી,” તો એવો નિષેધ કરવામાં તો સવાલ આ ઊભો થાય કે “શું શાસ્ત્રમાં એવી છૂટ છે કે ઉપદેશક સાધુ સૂત્રના મૂળ પદનો મહાન પૂર્વાચાર્યોએ કરેલ અર્થનો જ ઈન્કાર કરીને, એનાથી વિરુદ્ધ પરમાર્થ ઉપદેશી શકે? ને જો એવું ઉપદેશે તો પુર્વાચાર્યોને એણે અજ્ઞાની ન ઠરાવ્યા? તેમજ પછીથી શ્રાવકને ભણવા યોગ્ય “યોગશાસ્ત્ર “ધર્મસંગ્રહ વગેરે શાસ્ત્રોમાંથી ઈષ્ટફળનો અર્થ “ઈહલૌકિક પદાર્થ એને જાણવા-સાંભળવા મળે ત્યારે શું એને બુદ્ધિભેદ ને શ્રદ્ધાભેદ નહી થાય? જો થાય, તો એમાં નિમિત્ત કોણ?
(૩) ખરું તો એ જોવું જોઈએ કે “ઈષ્ટફળ' માગનારો જીવ કયો છે? તે એ જીવ છે કે જેણે પહેલાં “ભવનિર્વેદ'-ભવવૈરાગ્ય-વિષયવૈરાગ્ય માગ્યો છે. એવો જીવ હવે ઈષ્ટફળસિદ્ધિ પદથી શું વિષયલંપટતાથી વિષયસુખો માગતો હશે? એ તો પોતાના જીવનમાં કોઈ એવા પદાર્થ વિના યા કોઈ આપત્તિમાં ચિત્ત-મુંઝવણમાં રહેતું હોય. વિહ્વળ-વ્યાકુળ રહેતું હોય, તો એ ટાળવા માટે.
(૧૯૧)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org