________________
કહેવાય? અહીં તો શ્રાવક સમજે છે કે જેટલું વધારે અરિહંતનું સ્મરણ થાય, એમને જેટલા વધારે નમસ્કાર થાય, એટલું મનનું અને આત્માનું શુદ્ધિકરણ થાય છે, અને ભવાંતર માટે અરિહંતના ઢગલો સંસ્કાર ઊભા થાય છે.
આવી પવિત્ર સમજવાળો અને અરિહંત પ્રભુપ્રત્યે ભક્તિવાળો અરિહંતભક્ત જીવન જીવતાં કોઈક આફત આવી, કોઈક મુંઝવણની વસ્તુ બની, તો એ અરિહંત સિવાય બીજાને આફતમાંથી સમર્થ રક્ષક કે મુંઝવણ ટાળનાર સમર્થ દાતા તરીકે ઓળખતો જ નથી; તેથી એ અરિહંત પ્રભુને જ નમસ્કાર કર્યા કરે, ને પ્રાર્થના કરે, એ સહજ છે. એમાં એ અરિહંત પ્રભુના અચિંત્ય પ્રભાવ પર, ને ખુદ અરિહંત પ્રભુ પર આ રીતે શ્રદ્ધા-બહુમાનને પુષ્ટ કરી રહ્યો છે કે “મારે તો એક આધાર અરિહંત હું શા માટે બીજાની ખુશામત કરું?' તેમ અરિહંતદેવને આ પ્રર્થના ન કરતાં મારી આફતમાં આંતરિક મારી માનસિક વિહવળતાવ્યાકુળતાને તથા આહારમાં કુટુંબના કષ્ટને લાંબો સમય જોતા બેસી રહેવાની શી જરૂર? એમાં તો જાત માટે આર્તધ્યાન, અને કુટુંબ પ્રત્યે નિર્દયતા ચલાવવી પડે. છોકરા ભૂખ્યા ટળવળતા હોય, એમને એમ ટળવળતા જોઈ રહેવામાં નિર્દયતા થાય. માટે ન્યાયગર્ભિત પુરુષાર્થ સાથે પ્રભુ પાસે જ આફત ટાળવાનું માગી લઉં.”
આવી અરિહંત પ્રત્યે બહુમાનભરી એની મનોદશા હોય છે. આમાં કોઈ એની મોક્ષ-ઈચ્છાને બાધ નથી પહોચતો. ઊર્દુ એ સમજે છે કે “સંસાર આવી આવી વિટંબણાઓથી ભરેલો છે, તેથી જ્ઞાની ભગવંતોએ ઠીક જ કહ્યું છે કે “સંસાર અસાર છે, ને સંયમ જ સાર છે; કેમકે સંયમથી જ સર્વ વિટંબણાઓથી મુક્ત થઈ મોક્ષ પામી શકાય.”
આમ (૧) સંસારમાં ઠામઠામ અને ડગલે ને પગલે વિટંબણાઓ જોતો. અને (૨) એથી સંસારથી સદા વિરક્ત રહેતો, તથા (૩) એવા સંસારથી મુક્તિ એકમાત્ર અચિંત્યપ્રભાવી સર્વજ્ઞ શ્રી અરિહંત પરમાત્માથી જ મળવાનું માનતો અરિહંતભક્ત ભીડમાં પડ્યે અરિહંત ભગવાન પાસે ભીડ ભાંગનારી વસ્તુ માગે, તો તેથી શું એણે એમાં સંસારલાલસા વધારી? આમાં શું એણે લંપટતાથી સંસારના વિષયસુખ માગ્યા? શું એણે શાસ્ત્રવિરુદ્ધ કાર્ય કર્યું? ના, આમાનું કશું
(૧૦૦)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org