________________
સુધી..આની સ્થાપના કરવામાં આવે તો ગોપુચ્છ જેવો આકાર થાય છે, માટે આને ગોપુચ્છ કહેવાય છે. પણ જ્યારે જીવ સભ્યપ્રાપ્તિ વગેરે રૂપ વિશુદ્ધિ મેળવે છે ત્યારે એ, એક અંતર્મ પ્રમાણ નિષેકોમાં દલિકો એવી રીતે ગોઠવે છે કે જેથી ઉત્તરોત્તર નિષેકોમાં દલિક વિશેષહીનના બદલે અસંખ્યગુણ -અસંખ્યગુણ હોય..ને તેથી તે નિષેક ઉદયમાં આવતાં એ બધું દલિક નિર્જરી જતું હોવાથી ઉત્તરોત્તર સમયે અસં.ગુણ-અસગુણ નિર્જરા થાય છે. ઉદયવતી પ્રવૃતિઓમાં ગુણશ્રેણિની રચના ઉદયનિષેકથી જ શરુ થઈ જાય છે, અને અનુદયવાળી પ્રકૃતિઓમાં એની રચના ઉદયાવલિકાની બહારના પ્રથમનિષેકથી થાય છે. જે નિષેકથી ગુણશ્રેણિનો પ્રારંભ થાય છે તે નિષેકને ગુણશ્રેણિનું મૂળ કહેવાય છે, અને છેલ્લા જે નિષેકમાં અસં.ગુણાકારે દલિક રચાય છે, અર્થાત ગુણશ્રેણિનો અંતિમ નિષેક,એ ગુણશ્રેણિનું શીર્ષ કહેવાય છે. મૂળથી શીર્ષ સુધીના નિષેકોને ગુણશ્રેણિનો આયામ કહેવાય છે. શિર્ષની ઉપર જે નિષેકો રહેલા હોય છે તે દરેકમાંથી વિશુદ્ધિવશાત્ દલિતો ઉપાડીને ગુણશ્રેણિના નિષેકોમાં જીવ ગોઠવે છે. જેમ વિશુદ્ધિ વધારે તેમ દલિકો વધુ-વધુ ગોઠવાય છે, અને ગુણશ્રેણિનો આયામ ઓછો હોય છે. ગુણશ્રેણિરૂપે રચવા માટે ઉપરથી જે દલિકો લે છે તે પ્રથમ સમયે અલ્પલે છે, બીજા સમયે એના કરતાં અસં.ગુણ લે છે, ત્રીજા સમયે એના કરતાં પણ અસં.ગુણ લે છે. આમ અંતર્મુહૂર્ત જેટલા કાળ સુધી ઉપરના નિકોમાંથી ઉત્તરોત્તર સમયે a- a દલિક લે છે અને નીચેના નિકોમાં ગોઠવે છે. આ રીતે ઉપરથી દલિકોને ઉપાડવાનીને નીચે અસંખ્યગુણકારે ગોઠવવાની કિયા જેટલો કાળ ચાલે છે તેને ગુણશ્રેણિરચનાકાળ કહે છે. સમવપ્રાપ્તિ વગેરે નિમિત્તે થતી ગુણશ્રેણિઓનો રચનાકાળ સામાન્ય થી અન્તર્મ પ્રમાણ હોય છે. (દેશવિરતિ-સર્વવિરતિનિમિત્તક ગુણશ્રેણિની રચના, જ્યાં સુધી દેશવિરતિ કે સર્વવિરતિ ગુણઠાણું ટકી રહે, ત્યાં સુધી ચાલુ રહ્યા કરે છે. એમાં ઉત્તરોત્તર સમયે શીર્ષ પણ એક -એક નિષેક ઉપર ક્યું હોવાથી ગુણશ્રેણિનો આયામ અવસ્થિત રહે છે. માટે આને અવસ્થિત ગુણશ્રેણિ કહે છે, ૧૧ મા અને ૧૩ મા ગુણઠાણાની ગુણશ્રેણિ પણ અવસ્થિત હોય છે. પણ) શતક- ગાથા: ૨,૮૩
હ૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org