________________
પરમાણુથી બનેલા એવા સ્કંધોનીવર્ગણા છે કે જે સ્કંધોમાં અભવ્યથી અનંતગુણ અને સિદ્ધોના અનંતભાગ જેટલા પરમાણુ - પ્રદેશો હોય છે. આ સ્કંધો જીવને ઔદારિકપુદ્ગલ તરીકે ગ્રાહ્ય છે. ત્યારબાદ પણ ક્રમશ : એક એક અધિક પરમાણુઓવાળા સ્કંધોની અનંતી વર્ગણાઓ છે, જે જીવને ઔદારિક પુદ્ગલ તરીકે ગ્રાહ્ય હોય છે. માટે આ બધી વર્ગણાઓને ઔદારિકગ્રાહ્ય વર્ગણાઓ કહે છે. આ ઔદારિક ગ્રાહ્ય વર્ગણાઓના સમૂહની પ્રથમ વર્ગણા કે જે
ઔદારિકગ્રાહ્યની જઘન્ય વર્ગણા છે તેના એક એક સ્કંધમાં જેટલા પરમાણુઓ હોય છે એના કરતાં, ઔદારિક ગ્રાહ્યની ચરમવર્ગણા(ઉત્કૃષ્ટ વર્ગણા) ના એક એક સ્કંધમા અનંતમા ભાગ જેટલા પરમાણપ્રદેશો વધુ હોય છે. આ જ રીતે આગળ પણ સર્વત્ર ગ્રાહ્યવર્ગણાઓમાં જાણવું. એટલે કે સ્વજઘન્ય કરતાં સ્વઉત્કૃષ્ટ સ્કંધોમાં જઘન્યસ્કંધગત પરમાણુ પ્રદેશો કરતાં અનંતમો ભાગ અધિક પરમાણપ્રદેશો હોય છે. ઔદારિક વર્ગણાઓ પૂર્ણ થયા બાદ પણ નિરંતર વર્ગણાઓ મળવી ચાલુ જ હોય છે. પણ ઉત્તરોત્તર એકએકઅધિક પરમાણુઓથી બનેલા સ્કંધોના સમૂહરૂપ આ અનંતી વર્ગણાઓ જીવને અગ્રાહ્ય હોય છે. કારણકે આ સ્કંધો જીવને ઔદારિકરૂપે લેવા માટે સૂક્ષ્મ પરિણામવાળા પડે છે અને વૈક્રિયરૂપે લેવા માટે સ્થૂલ પડી જાય છે. માટે આ વર્ગણાઓને વૈકિય અગ્રાહ્ય વર્ગણાઓ કહે છે. આ જ કારણ આગળની અગ્રાહ્ય વર્ગણાઓ માટે પણ જાણવું. આની પ્રથમ (જઘન્ય) વર્ગણાના પ્રત્યેક સ્કંધોમાં ઔદારિક ગ્રાહ્યની ઉત્કૃષ્ટ વર્ગણાગત સ્કંધોમાં રહેલ પરમાણુપ્રદેશથી એકપરમાણુપ્રદેશ અધિક હોય છે. આની ઉત્કૃષ્ટ (ચરમ) વર્ગણાના પ્રત્યેક સ્કંધોમાં સ્વજઘન્ય વર્ગણાના પ્રત્યેક સ્કંધગત પરમાણુઓ કરતાં અનંતગુણ પરમાણુપ્રદેશો હોય છે. આમાં ગુણક જે અનંત છે તે અભવ્યથી અનંતગુણ અને સિદ્ધના અનંતમા ભાગ પ્રમાણ જાણવો. (આ જ પ્રમાણે કામણ સુધીમાં આવતી દરેક અગ્રાહ્ય વર્ગણાઓના જઘન્ય - ઉત્કૃષ્ટ સ્કંધો માટે જાણવું.) ત્યારબાદ પણ જેમ જેમ એક એક પરમાણુ આગળ વધતાં જઈએ તેમ તેમ ક્રમશઃ અનંતીલૅક્રિયગ્રાહ્ય, આહારક અગ્રાહ્ય, આહારક ગ્રાહ્ય, તૈજસ અગ્રાહ્ય, તેજસગ્રાહ્ય, ભાષા અગ્રાહ્ય, ભાષાગ્રાહ્ય, શતક - ગાથા: ,૭૭
પછ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org