________________
ગુણઠાણાની પરાવૃત્તિ થતી નથી,પણ જે ગુણઠાણા પર આયુ બંધ થયો એ જ ગુણઠાણા પર જીવ આગળ-પાછળના અન્તર્મ દરમ્યાન રહે છે. એટલે આયુબંધવાળા વિકલ્પ પરથી તરત પછીના સમયે અન્યગુણઠાણાના વિકલ્પો મળી શકતા નથી. જિનનામકર્મનો નવો બંધ ઘણા વિશુદ્યમાન પરિણામથી પ્રારંભ પામે છે. આયુબંધ દરમ્યાન ઘોલમાન પરિણામ હોય છે, એટલે એ દરમ્યાન જિનનામ નવું બંધાવાનું ચાલુ થતું નથી, એમ માનેલું છે. તેથી ૬૦ 4 થી ૬૧ વગેરે ભૂય કહ્યા નથી. સાતમા ગુણઠાણેથી પડનારો જીવ છકે આવીને જ પાંચમા વગેરે ગુણઠાણે જઈ શકે છે, છઠે આવ્યા વિના સામેથી સીધું પાંચમે વગેરે ગણઠાણે જઈ શકાતું નથી. માત્ર મરણથી દેવલોકમાં સીધું ચોથું ગુણ આવી શકે છે. આના કારણે ભૂયસ્કારના જે વિકલ્પો મળે છે તેના પર * નિશાની કરી છે. શ્રેણિના કે પ્રથમ ઉપશમ સમત્વવાળો પડતો જીવ છઠ્ઠા, પાંચમા કે ચોથા ગુણઠાણાથી સીધો બીજે કે સીધો પહેલે ગુણઠાણે પણ જઈ શકે છે. એણે ક્રમશઃ જ પડવું પડે એવો નિયમ નથી (શ્રેણિથી અદ્ધાક્ષયે પડનારો છઠા ગુણઠાણા સુધી ક્રમશઃ જ પડે છે.)
પહેલે ગુણઠાણે પરાવર્તન પરિણામમાં રહેલો જીવ ૨૩ થી સીધો ૨૫ કે ૨૦ કે ૨૮ થી સીધો ૨૩ વગેરે બંધસ્થાનો બાંધી શકે છે. પણ બીજા વગેરે ગુણઠાણે ૨૮ નો બંધક પડીને આવે તો પહેલા ગુણઠાણાના પ્રથમ અન્તર્યુ. માં ૨૮ જ બાંધે, પછી બંધસ્થાન બદલાય.
૧) શ્રેણિથી પડનારાને ૮ માના છઠ્ઠા ભાગે આવે ત્યારે (નામકર્મના ૨૮, ૨૯,૩૦,૩૧ ના બંધકજીવોને ક્રમશઃ) ૫૩,૫૪,૫૫,૫૬ નું બંધસ્થાન આવે છે. એટલે ૨૬ ના બંધસ્થાન પરથી આ ચારે ભૂયસ્કાર મળી શકે છે.
નામકર્મનો ૨૮ નો બંધકજીવ ઉપશમશ્રેણિમાં ચડતી વખતે આઠમાના બીજાભાગે આવે ત્યારે ૫૩ પ્રકૃતિબાંધે છે. આ જીવ શ્રેણિમાં આગળ વધતાં વધતાં નવું જિનનામ, આહા. ૨ કે તે બન્ને બાંધવાનો પ્રારંભ પણ કરી શકે છે, તેથી પ૩ ના બંધસ્થાન પરથી ૫૪, ૫૫ કે ૫૬ નો ભૂયસ્કાર મળી શકે શતક - ગાથા: ૨૫
૨પ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org