________________
ત્યારે મનુષ્યગતિ બંધાતી જ નથી. એ તો, ૧૫ કોડા કોડી ઉપર નામ કર્મનો બંધ હોય ત્યારે મનુષ્યગતિ બંધાતી નથી, માટે એનો ઉત્કૃષ્ટ ૧૫ કોડા કોડી જ છે, અધિક નથી. બાકી જ્યારે એનો બંધ હોય ત્યારે પંચેન્દ્રિય જાતિ વગેરે નામની અન્ય પ્રવૃતિઓ સાથે એનો ક્રમ લગભગ ૨૨ જેટલો જ હોય છે, અને મતિજ્ઞાના, વગેરે સાથે ૨:૩ નો, કષાયમોહનીય સાથે ૨ઃ૪ નો અને દર્શન મોહનીય સાથે ર૭નો ક્રમ હોય છે. એટલે જ શ્રેણિમાં નામ-ગોત્રનો
જ્યારે ૧ પલ્યોપમ બંધ હોય ત્યારે જ્ઞાના વગેરેનો ૧.૫ પલ્યોપમ અને મોહનીયનો બે પલ્યોપમ સ્થિતિબંધ કહ્યો છે. અન્યથા, જો બધ્યમાન પ્રકૃતિઓના ઉત્કૃષ્ટ સ્થિતિબંધોનો પરસ્પર જે કમ હોય તે જ જળવાતો હોય તો નામ - ગોત્રના ૧ પલ્યોપમ બંધ કાળે જ્ઞાન નો ૩ પલ્યોપમ અને મોહનીયનો ૪ પલ્યોપમ બંધ કહેત. કારણકે નામ - ગોત્રમાં બધ્યમાન પ્રકૃતિઓ છે યશનામ અને ઉચ્ચગોત્ર જેનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ૧૦ કોડા કોડી છે જ્યારે જ્ઞાનાનો ૩૦ અને કષાયમોહનીયનો ૪૦ કોડા કોડી છે. એટલે કે બધ્યમાન આ પ્રકૃતિઓના ઉત્કૃષ્ટ સ્થિતિબંધોનો ક્રમ તો ૧ઃ૩ઃ૪ છે.
એટલે સામાન્યથી તો, વર્ગોત્કૃષ્ટનો જ ક્રમ જળવાતો હોવાથી અને વૈક્રિયષક દ્વારા એનું સૂચન પણ થઈ શકતું હોવાથી પંચસંગ્રહકારે કહેલ ઉત્કૃષ્ટ શબ્દનો વર્ગોત્કૃષ્ટ અર્થ કરી કર્મપ્રકૃતિ સાથે પણ સંમતિ સાધવી એમાં કાંઈ અનુચિત ભાસનું નથી.
આમ એકેન્દ્રિય વગેરેમાં જઘન્ય અને ઉત્કૃષ્ટ સ્થિતિબંધ કેટલો હોય એના અધિકારમાં પંચસંગ્રહની આવી વ્યાખ્યા કરવામાં આવે તો એના મનમાં અને કર્મપ્રકૃતિના મતમાં કોઈ તફાવત રહેતો નથી.
પંચસંગ્રહકારના પોતાના વચનોમાં પૂર્વાપર વિરોધ ન રહે અને કર્મ પ્રકૃતિની સાથે સમન્વય થઈ જાય એ ગણતરીએ વ્યાખ્યાનો વિશેષ પ્રતિપત્તિઃ” ન્યાયે આવી વ્યાખ્યા દર્શાવી છે. છેવટે “વસ્તુતત્ત્વ તુ કેવલિનો વિદત્તીતિ.”
દેવ-ગુરુકૃપાએ પાંચમા કર્મગ્રન્થ પરની આ ટીપ્પણોનું લખાણ સાનંદ સંપૂર્ણ થયું. આ લખાણમાં કાંઈપણ શ્રી જિનાજ્ઞા વિરુદ્ધ જે આવી ગયું હોય તો એનું ત્રિવિધ મિચ્છામિદુક.ગીતાર્થબહુકૃતોને એનું સંશોધન કરવા વિનંતી
શુભ ભવતુ શ્રીશ્રમણ સંઘસ્ય. જ સ્થિતિબંધ
૨૨૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org