________________
અધ્યવસાયસ્થાનોને કોઈપણ એકજીવ સ્પર્શી શકતો નથી. પણ વર્ણાદિની અપેક્ષાએ જે વ્યાખ્યા છે તે રીતે ભાવ પુપરા પૂર્ણ થાય છે.
93) આહા. ૨ જઘન્યપ્રદેશબંધઃ મન, વચન કે કાયા કોઈપણ એક યોગમાં સ્થિરતા હોય ત્યારે જઘન્યયોગ સંભવતો નથી. પણ જ્યારે એક યોગથી અન્ય યોગમાં સંક્રાન્તિ થાય છે ત્યારે સ્વભાવેજઅલ્પચેષ્ટા હોવાથી જઘન્યયોગ સંભવે છે માટે પરાવર્તમાનયોગી અપ્રમત્ત લેવો. વળાંક લેતી વખતે જેમ ગાડીની સ્પીડ ઓછી કરવી પડે એવું કંઈક કારણ યોગ સંક્રાન્તિવખતે અલ્પયોગ હોવામાં હોય શકે છે.
94) દેવદ્ધિક-વૈક્રિયદ્ધિક આ ૪ નો જઘ પ્રદેશબંધ શ્રી તીર્થંકરનો જીવ ભવાઘ સમયે દેવપ્રાયોગ્ય ર૯ ના બંધે જઘન્યયોગે કરે છે. અસંજ્ઞી પર્યાપંચેન્દ્રિય તિર્યંચ પણ આ પ્રકૃતિઓ બાંધે છે. પણ પર્યાપ્ત અવસ્થામાં જ બાંધે છે, જ્યાં જઘન્યયોગ પણ સંજ્ઞી પર્યાપ્ત પંચેન્દ્રિય જીવના ભવાદસમયે રહેલા જઘન્યયોગ કરતાં અસંખ્યગુણ હોય છે. એટલે પુષ્કળ પુદ્ગલગ્રહણ હોવાથી જઘન્ય ન મળે. સંજ્ઞીજીવને દેવપ્રાયોગ્ય ૩૧ નું બંધસ્થાન સંભવે છે ને તેથી પ્રકૃતિ વધવાથી ભાગ પણ વધુ પડે છે, તેમ છતાં એ પર્યાપ્ત અવસ્થામાં જ હોવાથી યોગ ઘણો હોવાના કારણે જઘન્ય મળતું નથી. વસ્તુતઃ દેવપ્રાયોગ્ય ૨૯ બંધાય કે ૩૧, નામકર્મના ભાગે આવતા દલિકના મુખ્ય ર૯ જ વિભાગ પડે છે, આહા શરીર અને ઉપાંગનામકર્મ જેવધ્યા છે તે તો શરીર અને ઉપાંગનામકર્મના ભાગે આવેલા દલિકમાંથી જ ભાગ પડાવે છે, એટલે દેવદ્ધિકને ભાગે આવતા દલિકોમાં કોઈ ફેર પડતો નથી. માટે ભવાઘસમયે યોગની અલ્પતાના કારણે જ જઘપ્રદેશબંધ મળે છે.
શંકા-દેવદ્ધિક માટે ભલે ભવાઇસમય લ્યો, પણ વૈશ્વિક માટે તો ૩૧નો બંધક પર્યાપ્તજીવ લેવો જ ઉચિત રહેશે ને, કારણકે ર૯ ના બંધકને ૩ શરીર નામકર્મ બંધાતા હોવાથી શરીરનામકર્મના ભાગે આવેલા દલિકના લગભગ ત્રીજા ભાગનું દલિક વૈશરીર નામકર્મને મળે છે જ્યારે ૩૧ ના બંધકને ૪ શરીરનામકર્મ બંધાતા હોવાથી વૈશીને લગભગ ચોથા ભાગનું દલિક મળે છે. ૨૧૦
શતક ગ્રન્થ પર ટીપ્પણી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org