________________
પ્રક્રિયાનું જો અંતર પડતું હોય તો દશોન અર્ધ પુપરાથી અધિક પડી શકતું નથી. કારણકે વિવક્ષિત પ્રક્રિયા જીવ કરે અને મિથ્યાત્વે જાય.. અનંતાનંત કાળ ત્યાં રહે તો પણ અર્ધપુપરા કાળપૂર્વે એણે સમ્યકત્વપ્રાપ્તિ વગેરે રૂપ વિવક્ષિત પ્રક્રિયા કરવી જ પડે, કારણકે એ પછી તો એણે અવશ્ય મોક્ષમાં જવાનું છે. એટલે બે થી માંડીને ૧૧ સુધીના ગુણઠાણા, આહારક શરીર વગેરેનું ઉત્ક. અંતર દેશોન અર્ધ પુપરા મળે છે. પણ એથી વધારે મળી શકતું નથી.
શંકા - સાસ્વાદન ગુણઠાણના જઘન્ય અંતર તરીકે તેમે Pla કહ્યો. પણ ઉપશમશ્રેણિથી પડીને જે સાસ્વાદને આવે, ને પછી મિથ્યાત્વે જઈ, લાયોપથમિકસમત્વ પામી પુનઃ ઉપશમશ્રેણિ માટેનું ઉપશમ સમ્યકત્વ પામે, ઉપશમ શ્રેણિ માંડે ને પાછો પડીને સાસ્વાદને આવે, તો આ બધી પ્રક્રિયા અન્તર્મુહૂર્તકાળમાં થઈ જતી હોવાથી જઘન્ય અંતર તરીકે અન્તર્યુ કહેવું જોઈએ
ને ?
સમાધાન - તમારી વાત બરાબર છે. પણ (૧) ઉપશમશ્રેણિ માત્ર મનુષ્યોને જ સંભવતી હોવાથી આ રીતે સાસ્વાદનનું અંતર માત્ર મનુષ્યોને જ સંભવે છે. જ્યારે પ્રથમ ઉપશમસમત્વની જે પ્રક્રિયા દર્શાવી એ રીતે એ ચારે ગતિના જીવોને સંભવે છે. (૨) આ રીતે જઘન્ય અન્તર્મ નું અંતર આખા ભવચક્રમાં ઉત્કૃષ્ટથી બે જ વાર સંભવિત છે, જ્યારે Pla અંતર અનેકવાર પણ મળી શકે છે. એટલે અંતર્મ. અંતરની અત્યંત અલ્પ સંભાવના હોવાથી એની અહીં વિવક્ષા કરી નથી.
91) ૮-૯-૧૦ મા ગુણઠાણાનું જઘન્ય અંતર અંતર્મુ, જે કહ્યું છે તે ઉપશમશ્રેણિની અપેક્ષાએ જાણવું, ઉપશમશ્રેણિ એક ભવમાં બે વાર પણ પામી શકાય છે. એટલે અંતર્મ માં જ બીજીવાર ઉપશમશ્રેણિ માંડે તો અંતર્મ ના આંતરે આઠમું વગેરે ગુણઠાણું ફરીથી પ્રાપ્ત થાય છે. એમ ઉપશમશ્રેણિથી ઉતરીને અન્તર્મ માં જ ક્ષપકશ્રેણિ માંડે, તો પણ અત” ના અંતરે આઠમું વગેરે ગુણઠાણું ફરીથી પામી શકાય છે. પણ, ક્ષપકશ્રેણિના આઠમા વગેરે ગુણઠાણાનું અંતર હોતું નથી, કારણકે એક જ વાર પમાય છે. ૨૦૮
શતક ગ્રન્થ પર ટીપ્પણી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org