________________
૩ વેદ : ૧લે ગુણઠાણે સૂ. અપર્યા. જઘન્યયોગી જીવ ત્રણે વેદ બાંધી શકે છે. દર્શનમોહનીય પણ બંધાતું હોવાથી એનો ભાગ ચારિત્રમોહનીયને મળતો નથી. ચારિત્રમોહનીયના ભાગે આવેલા દલિકમાંથી નોકષાયના ભાગે આવેલા દલિકના પાંચ ભાગ પડે છે ને એમાંનો એક ભાગ જે વેદ બંધાતો હોય એને મળે છે. આ રીતે ત્રણે વેદ બંધાઈ શકતા હોવાથી ત્રણેને પરસ્પર તુલ્ય દલિક મળે છે.
85) ગતિનામકર્મ : સૂ.અપર્યા. એકે ને એક તો યોગ જઘન્ય હોવાથી કુલ દલિક જ ઓછું મળે છે. વળી તિર્યંચપ્રાયોગ્ય ૨૯ + ઉદ્યોત પણ બંધાતું હોવાથી તિગતિના ભાગે ઓછું દલિક આવે છે. મનુ પ્રાયોગ્ય બંધકાલે ઉદ્યોત બંધાતું ન હોવાથી માત્ર ૨૯ પ્રકૃતિ બંધાય છે, અને તેથી તિર્યંચગતિને મળતા જઘન્ય દલિક કરતાં મનુ૰ગતિને મળતું દલિક v હોય છે. અલબત્ મનુ૰પ્રાયોગ્ય પણ ૩૦ નું બંધસ્થાન છે ખરું, પણ એ સંજ્ઞીપંચેન્દ્રિયજીવને જ હોવાથી એને યોગ અસંખ્યગુણ હોવાના કારણે દલિક ખૂબ બંધાય છે, ને તેથી મનુ૰ગતિને પણ ખૂબ મળે છે. માટે એને જઘન્ય તરીકે લઈ શકાતું નથી.
જ
a
દેવ કે નરકપ્રાયોગ્ય બંધ પંચેન્દ્રિયજીવો પર્યાપ્ત અવસ્થામાં જ કરે છે. પણ સમ્યક્ત્વી તિર્યંચો અને મનુષ્યો કરણઅપર્યાપ્ત અવસ્થામાં પણ દેવપ્રાયોગ્ય બંધ જ કરે છે. આ જીવો સંજ્ઞી જ હોય છે. એટલે એમનો યોગ સૂ અપ એકે કરતાં અસં. ગુણહોવાથી જઘન્યપદે પણ દેવગતિનામકર્મને મનુ૰ગતિ નામકર્મ કરતાં a દલિક મળે છે. ચરમભવમાં વિગ્રહગતિમાં ભવપ્રથમ સમયે રહેલ તીર્થંકરનો જીવ જધન્યયોગે જિનનામસહિત દેવપ્રાયોગ્ય ૨૯ બાંધતો હોય ત્યારે દેવગતિનામકર્મનું જઘદલિક મળે છે. નરકગતિનો બંધ તો લબ્ધિ અને કરણ ઉભયપર્યાપ્ત સંજ્ઞી પંચે કે અસંજ્ઞી પંચે જીવ જ કરે છે. આ બેમાંથી અસંજ્ઞી પંચે. નો યોગ ઓછો હોય છે, માટે બંધક તરીકે પર્યા અસંજ્ઞી પંચે જીવ લેવો. મનુષ્યમાં અસંજ્ઞી જીવો અપર્યાપ્ત જ હોય છે, માટે એ નરકગતિના બંધક જ હોતા નથી. એટલે અસંજ્ઞી પર્યા પંચે. તિર્યંચ સંભવિત જઘન્ય યોગે મૂળ ૮ કર્મબાંધતા નરકપ્રાયોગ્ય ૨૮ બાંધે ત્યારે નરકગતિનામકર્મને જઘન્યપ્રદેશો મળે છે, ने દેવગતિને મળેલા જઘન્યદલિકથી a છે. આનાથી એ પણ જાણવું કે સંશી
જ
શતક ગ્રન્થ પર ટીપ્પણો
૨૦૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org