________________
બંધાય છે. આ પ્રમાણે સાગરો, શતપૃથકત્વ (ધારોકે ૨૨૦) સુધી ચાલે છે. એ પછી (૨૨૧ થી) તિદ્ધિકની પણ બંધાવાની યોગ્યતા હોવાથી બીજા સાગરો શતપૃથક્વ (ધારોકે ૨૪૦) સુધી દેવ-મનુ.-તિદ્ધિક પરાભાવે બંધાયા કરે છે. એ પછી (૨૪૧ થી) નરકદ્ધિકની પણ બંધાવાની યોગ્યતા હોવાથી હવે ચારેય પરાવર્તમાનભાવે બંધાતી રહે છે, તે ઠેઠ દેવદ્ધિકના ઉત્કૃ બંધ ૧૦ કોકો સાગર સુધી.. પછી મનુ, દ્ધિકના ઉત્કૃસ્થિતિબંધ ૧૫ કોકો સુધી દેવદ્ધિક વિના શેષ ૩ દ્વિક બંધાતી રહે છે. પછી મનુષ્યો અને તિર્યંચોને તિદ્ધિકનો ૧૮ કોકો, સાગરો. ઉત્કૃ સ્થિતિબંધ હોય છે ત્યાં સુધી તિદ્ધિક અને નરકદ્ધિક ક્રમશઃ બંધાયા કરે છે ને ૧૮ કોકો પછી માત્ર નરકદ્ધિક બંધાય છે. એટલે મિથ્યાત્વી મનુ કે તિર્યંચ મનુદ્ધિકનો જે જ સ્થિતિબંધ કરે (ધારોકે ૨૦૦) તે અંતઃ કોકો થી ૧૦ કોકો સુધી દેવદ્રિકનો અને ૧૮ કોકો સુધી નરકદિકનો જઘરસબંધ મળી શકે છે.
અલબત્ સ્વોપજ્ઞટીકામાં સૂક્ષ્મત્રિક અને વિકલત્રિકના જઘરસબંધક તરીકે તપ્રાયોગ્ય વિશુદ્ધ જીવોને કહ્યા છે. પણ એ કહેવા પાછળ શું આશય છે? એ સમજાતું નથી.
આશય એ છે કે પરાભાવે ઓછામાં ઓછો જેટલો સ્થિતિબંધ થતો હોય એટલો જ જે અશુભ અઘાતી પ્રકૃતિનો જઘન્ય સ્થિતિબંધ હોય એનો જઘરસબંધ પરાભાવે મળે છે, જેમકે અશાતા. પણ જે અશુભનો જઘન્ય સ્થિતિબંધ એના કરતાં પરાભાવીય ઘસ્થિતિબંધ કરતાં પણ ઓછો મળે છે. એનો જઘન્યરસબંધ પર ભાવે ન મળતાં જઘન્યસ્થિતિબંધે જ તપ્રાયોગ્ય તીવ્ર વિશુદ્ધિએ જ મળે છે, જેમકે તિદ્ધિક, કારણકે પરાભાવે થતાં સ્થિતિબંધો દરમ્યાન જે જઘન્યસબંધ અધ્યવસાય સ્થાન હોય છે, એના કરતાં પણ પરાભાવથી નીચે ઉતરીને સ્થિતિબંધ જેમ જેમ ઘટતો જાય છે તેમ તેમ રસબંધ વધુ ને વધુ ઘટતો જાય એવા અધ્યવસાય સ્થાનો સંભવિત બનતા જાય છે. (કમ્મપયડીમાં અનુકૃષ્ટિના નિરૂપણમાં આ વાત સ્પષ્ટ થશે.) શુભપ્રકૃતિઓ માટે આનાથી વિપરીત જાણવું. અર્થાત્ પરા.ભાવે વધુમાં વધુ ૧૭૪
શતક ગ્રન્થ પર ટીપ્પણી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org