________________
સુભગ-આદેય-યશનામકર્મ :
આ ત્રણ ને એની પ્રતિપક્ષી દુર્ભગ વગેરે ત્રણ પ્રકૃતિઓ જીવવિપાકી છે. આ પ્રકૃતિઓનો પુદ્ગલ પર સાક્ષાત જો વિપાક હોય તો કેવા પ્રકારનો હોય ? આ પ્રશ્નનો જવાબ મળી શકતો નથી. કારણ કે કુરૂપ કે સુરૂપ, શ્યામવર્ણવાનું કે ગૌરવર્ણવાન, રોગી કે નિરોગી, સશક્ત કે અશક્ત.. આ બધા જ વિકલ્પોમાં સુભગનામકર્મનો કે દુર્ભગનામકર્મનો.. કોઈનો પણ ઉદય સંભવિત છે. અલબત્ જેમ શરીર પુલો પર આ કર્મની આવી કોઈ અસર નથી એમ જીવ પર પણ વીર્ય-કષાય વગેરે પરિણતિ અંગેની કોઈ અસર આ કર્મની હોતી નથી. ને તેથી યોગના કે સ્થિતિબંધના અલ્પબદુત્વમાં સુભગદુર્ભગ વગેરેના સ્વતંત્ર બોલ છે નહીં. તેમ છતાં સુભગનામકર્મનો ઉદય હોય તો લોકપ્રિયતા વગેરે જે થાય છે તે જીવના જ, શરીરાદિ પુગલોના નહીં. એમ દુર્ભગનામકર્મ, આદેયનામકર્મ વગેરેથી અપ્રિયતા, આદેયવાક્યતા વગેરે જે થાય છે તે પણ જીવના જ થાય છે, શરીરના નહીં, માટે આ પ્રવૃતિઓ જીવવિપાકી છે.. અને એટલે જ ચૌદમે ગુણઠાણે પણ આ પ્રકૃતિઓનો ઉદય ચાલુ હોય છે.. તથા ચોથા ગુણઠાણા સુધી દુર્ભગાદિના ઉદયવાળા જીવને પણ જેવો એ વિકાસ સાધે ને પાંચમા વગેરે ગુણઠાણે આવે કે તરત સુભગાદિનો ઉદય થાય છે એ પણ આ પ્રકૃતિઓ જીવવિપાકી હોવાનું સમર્થન કરે છે, કારણકે ગુણઠાણું બદલાવાથી શરીર પુદ્ગલોમાં કોઈ વિશેષ ફેરફાર થવાનો નિયમ છે નહીં.(એટલે જ સંઘયણ-સંસ્થાન-વર્ણાદિ બદલાતા નથી.)
પરાઘાતનામકર્મઃ ઉપઘાતનામકર્મની જેમ આને પણ પુગલવિપાકી કહી છે. ઉપઘાતની અસર તો શરીર પર હોવાથી એ પુદ્ગલવિપાકી હોવી સ્પષ્ટ છે. પણ પરાઘાતની શરીર પર શી અસર છે? શરીરના વર્ણાદિ, સંઘયણ કે સંસ્થાન (આકૃતિ) કોઈપણ હોય તો પણ પરાઘાતનો ઉદય હોવામાં કોઈ વાંધો નથી. અર્થાત્ પરાઘાતનો ઉદય હોય તો શરીરના વર્ણાદિ અનેક પરિણામોમાંના અમુક પરિણામ અમુક સ્વરૂપે જ થાય એવો કોઈ નિયમ છે નહીં. તો પછી શરીરપુગલ પર એની અસર કોઈક અલગ પ્રકારની જ ૧૩૮
શક ગ્રન્થ પર ટીપ્પણો ••••••••••••••••
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org