SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ કશો અવાજ. ત્રીજી ગોળી આવીને એના પગમાં પેસી ગઈ. મુરલી લથડી | ગયો. પાસે લોહીનું ખાબોચિયું ભરાઈ ગયું. બેભાન બનીને એ ધરતી પર ઢળી પડ્યો. પાછળ આવતા એના સાથીઓએ યુવાન મુરલીને ઊંચકી લીધો. લાંબા સમય સુધી એને લશ્કરી દવાખાનામાં સારવાર લેવી પડી. દેશને કાજે લડતા એના બંને પગ નકામા થઈ ગયા. એ પગમાં કશુંય ચેતન રહ્યું નહીં. મુરલી દવાખાનાની બહાર આવ્યો. હવે એ દોડી નહીં શકે ! દુશ્મનને ડરાવી નહીં શકે ! દેશને ખાતર લડી નહીં શકે ! એથીય વધુ ઉત્તમ ખેલાડી બનવાનો નિશ્ચય પાર પાડી નહીં શકે ! સાંગલી જિલ્લાના ઇસ્લામપુરમાં જન્મેલો આ મુરલી બાળપણની એક ઘટના ભૂલી શકતો ન હતો. એક વાર એ ગોઠિયાઓ સાથે મેળાની મોજ માણવા નીકળ્યો. ફરતાં ફરતાં એણે એક જગ્યાએ જોયું તો જોરદાર કુસ્તી ચાલતી હતી. એક કુસ્તીબાજ બીજા પર દાવ જમાવે, બીજો દાવ ચુકાવીને બમણા જોરથી મુક્કો લગાવે. મુરલીનું શરીર કસાયેલું હતું. રમતગમતનો ભારે શોખીન હતો. એમાંય એની નિશાળના શિક્ષક શ્રી સી. બી. દેશપાંડેએ એને જુદી જુદી રમતોમાં નિપુણ બનાવ્યો હતો. મુરલીને દાવ અજમાવી જોવાનું મન થયું. કુસ્તી કરવા તલપાપડ બની ગયો. મેદાનમાં ઝુકાવીને વિરોધીને ચીત કરવાની ઇચ્છા થઈ. એકાએક એ વ્યવસ્થાપક પાસે દોડી ગયો. મુરલીએ કહ્યું, “મારે કુસ્તી ખેલવી છે, મને તક આપો ને !” વ્યવસ્થાપકે નાનકડા મુરલીને જોઈને કહ્યું, “અલ્યા, છે તો સાવ બટકો ને કુસ્તી ખેલવાની વાત કરે છે ? આ કંઈ બચ્ચાંની રમત નથી. ઘરભેગો થઈ જા, ઘરભેગો. મોટો થા ત્યારે કુસ્તી ખેલવા આવજે.” નાનકડો મુરલી તો આ જવાબ સાંભળીને સમસમી ગયો. એણે નિશ્ચય કર્યો કે પોતે કાબેલ ખેલાડી બનશે એટલું જ નહીં, પણ રમતના મેદાનમાં દેશનું નામ રોશન કરશે. યુદ્ધના મેદાનમાં તો મુરલીએ દેશનું નામ રોશન કર્યું, પરંતુ હવે એના બંને પગ તદ્દન નકામા થઈ ગયા હતા. જ્યાં જાતે ચાલી શકાય તેમ અપંગનાં ઓજસ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004953
Book TitleApangna Ojas
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherSanskar Sahitya Mandir Ahmedabad
Publication Year2011
Total Pages202
LanguageGujarati
ClassificationBook_Gujarati, Sermon, & Biography
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy