________________
૧૩
પpષાર્થની પ્રતિમા
નસીબ એને સતત પછડાટ આપતું રહ્યું, પણ એ સદાયે પુરુષાર્થથી નસીબના ઊલટા પાસાને પલટતો રહ્યો. બાળપણથી જ એને ક્રિકેટનો ભારે શોખ હતો. જમણે હાથે દડાને ઘુમાવીને એવી તો ગોલંદાજી કરે, કે વિરોધી ખેલાડી પોતાના સ્ટમ્પ ઊડતા જ જુએ.
હજુ આઠ વર્ષની ઉંમર થઈ ન હતી અને રોગે એને ઘેરી લીધો. એનો જમણો હાથ લકવાની અસર પામ્યો. શરૂઆતમાં તો એ હલાવીચલાવી શકાય પણ નહિ. લાંબી સારવાર લીધી. સારવારના અંતે ધીરે ધીરે જમણા હાથથી રોજિંદી કામગીરી બજાવવા લાગ્યો.
ક્રિકેટનો પ્રેમ એટલો કે એ રમત તો છોડાય જ નહિ. જમણા હાથે ગોલંદાજી ન કરાય તો કંઈ વાંધો નહિ. એણે વિકેટકીપર તરીકે કામગીરી બજાવવી શરૂ કરી. ડાબા હાથે દડાને ઝડપે અને ડાબા હાથે જ વીંઝે.
આ વાતને ચાર વર્ષ વીતી ગયાં. પેલો છોકરો બાર વર્ષનો થયો. બાર વર્ષનો આ નિશાળિયો બેંગ્લોરની નૅશનલ હાઇસ્કૂલ તરફથી વિકેટકીપર તરીકે રમે. વિકેટકીપિંગ કરતાં કરતાં એની નજર ગોલંદાજ પર પડે. ગોલંદાજના હાથે એ ઘૂમતા દડાને લાલચથી નિહાળે. પછી પોતાના હાથ ચલાવે. મનમાં થાય કે જો પોતાને ગોલંદાજી કરવા મળે તો ભારે મજા પડી જાય ! આ ડાબી-જમણી બાજુ દડાને રોકવામાં કંઈ બહુ મજા આવતી નથી !
આ નિશાળિયાની ટીમ એક મૅચ ખેલતી હતી. એની ટીમ હારને આરે આવી ઊભી હતી. વિરોધી ટીમને થોડા રન કરવાના હતા. એના ઘણા ખેલાડીઓ રમવાના બાકી હતા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org