________________ રમતગમતના સાહિત્યનું અનોખું અને પ્રેરક પુસ્તક અનાદિ કાળથી માનવજાતને અવલોકતા આવેલા જગતની સામાન્ય માન્યતા એવી છે કે સંજોગો જ માનવને ઘડે છે. આ માન્યતા સવશે સાચી નથી. એ સત્ય તો જગતના કેટલાક અપંગોએ પોતાની પ્રબળ ઇચ્છાશક્તિની આંચમાં અપંગ તરીકેની પોતાની લઘુગ્રંથિ ઓગાળી નાખીને પોતાના દેઢ સંકલ્પબળે અકલ્પનીય સિદ્ધિઓ પ્રાપ્ત કર્યાનાં દૃષ્ટાંતો પરથી સમજાય છે. કેવળ માનસિક ક્ષેત્રે જ નહિ, પણ શારીરિક ક્ષેત્રે પણ અપંગ માનવીઓએ પોતાની ઉત્કટતમ ઇચ્છાશક્તિ (Will Power)થી આવી સિદ્ધિઓ પ્રાપ્ત કયોના તેમજ ૨મતગમત ક્ષેત્રે પણ એવા દેઢનિશ્ચયી માનવીઓએ વિક્રમ નોધાવ્યા સુધ્ધાંનાં કેટલાંક દૃષ્ટાંતો મળી આવે છે. વિવિધ દેશો અને જાતિઓનાં આવાં દૃષ્ટાંતો ભાઈશ્રી કુમારપાળ દેસાઈએ પોતાના પુસ્તક “અપંગનાં ઓજસ''માં વિવેકપૂર્વક સંકલિત કરીને એક નવા-નોખા જ પ્રકારનું પ્રેરક અને સચિત્ર પુસ્તક રજૂ કર્યું છે. આપણે હજી રમતગમતના સાહિત્યને “સાહિત્ય” તરીકે લેખતા થયા નથી, પણ પાશ્ચાત્ય દેશમાં તો એવું સાહિત્ય “સાહિત્ય’માં જ લેખાય છે એટલું જ નહિ, પણ વિપુલ પ્રમાણમાં પ્રગટ થાય છે. કેવળ વિદેશીય જ નહિ, પણ ભારતીય અને ગુજરાતી અપંગોનાં દૃષ્ટાંતો પણ આ પુસ્તકમાં મળી આવે છે. પુસ્તકની ભાષા સરળ, સંસ્કારી અને તેજસ્વી છે. મને જાણ છે. ત્યાં સુધીઆવું પુસ્તક અંગ્રેજીમાં પણ પ્રગટ થયું નથી.’ - શ્રી ચાંપશી વિ. ઉદેશી આદ્ય તંત્રી : ‘નવચેતન’ 9 ll7 8 9 3 8 ] No 6 1 0 3 9 || 3. 125 anal For Private & Personal Use Only www.jainelibrary.org