________________
મળતો ડેવિડ ડિક્સન એવૉર્ડ એનાયત થયો, ત્યારે નેટલીના આનંદનો પાર ન રહ્યો.
હવે એણે મનોમન નક્કી કર્યું કે ભલે એ વિકલાંગ હોય; પરંતુ એણે સશક્ત ખેલાડીઓ સામે પોતાની શક્તિ બતાવી છે અને હવે બાળપણની ઑલિમ્પિક સ્પર્ધામાં ભાગ લેવાની કલ્પના સાકાર કરવી છે. આને માટે નેટલી સખત મહેનત કરવા લાગી, કુશળ કોચ પાસે તાલીમ લેવા માંડી અને પછીના જ વર્ષે ઑલ આફ્રિકન ગેમ રમાઈ, ત્યારે ૮૦૦ મીટરની ફ્રી સ્ટાઇલ સ્પર્ધામાં સશક્ત ખેલાડીઓ વચ્ચે રમીને સુવર્ણચંદ્રક હાંસલ કર્યો. ખેલકૂદના ઇતિહાસમાં કોઈ પણ વિકલાંગ પુરુષ કે સ્ત્રી-ખેલાડીએ આવી સિદ્ધિ મેળવી નહોતી. એ પછી આક્રો-એશિયન ગેમ્સ ખેલાઈ અને એમાં તો કેટલી બે-બે ચંદ્રકો મેળવી લાવી. ૮૦૦ મીટરની ફી સ્ટાઇલ સ્પર્ધામાં એને બીજા મે આવનારને મળતો રોપ્ય ચંદ્રક મળ્યો અને ૪૦૦ મીટર ફ્રિ સ્ટાઇલ તરણસ્પર્ધામાં એને ત્રીજા ક્રમે આવનારને મળતો કાંસ્ય ચંદ્રક મળ્યો.
૨૦૦૧માં જેનાં સઘળાં શમણાં અકસ્માતને કારણે ખાખ થઈ ગયાં હતાં; પરંતુ એ નિરાશા અને હતાશાને ફગાવીને નેટલી ડૂ ટ્રોઇટ સતત આગળ વધતી રહી. જીવનમાં ઘણી ક્ષણો એવી આવતી કે જ્યારે સશક્ત ખેલાડીઓની સ્પર્ધામાં એની અવગણના થતી; પરંતુ એની શક્તિશાળી ૨મત પાણીમાં માર્ગ કાઢે તેમ એને આગવી પ્રતિષ્ઠા આપતી હતી.
૨૦૦૪માં ગ્રીસના પ્રાચીન શહેર એથેન્સમાં ઑલિમ્પિક સ્પર્ધા રમાઈ. ઑલિમ્પિક સ્પર્ધાના જન્મસ્થળ એવા આ શહેરમાં યોજાયેલી સ્પર્ધામાં ભાગ લેવાની નેટલીની તીવ્ર ઇચ્છા હતી; પરંતુ એ થોડાંકને માટે ઑલિમ્પિકમાં ખેલવાની યોગ્યતા હાંસલ કરવામાં નિષ્ફળ નીવડી. નિષ્ફળતા નેટલીને માટે અવરોધરૂપ નહોતી; પરંતુ એ એના પ્રયત્નોને પડકારનારી હતી અને તેથી એણે એ જ શહેરમાં ખેલાયેલી પેરાલિમ્પિકમાં ભાગ લીધો અને ખેલજગતમાં એક સનસનાટી મચાવી દીધી. આમાં નેટલીએ પાંચ-પાંચ સુવર્ણચંદ્રક મેળવ્યા અને એક રોપ્ય ચંદ્રક મેળવ્યો.
ફરી ૨૦૦૬માં કૉમનવેલ્થ સ્પર્ધાનો સમય આવ્યો. નેટલીને ગમતી આ સ્પર્ધામાં એણે ઝુકાવ્યું અને ઑસ્ટ્રેલિયાના મેલબોર્ન શહેરમાં ખેલાયેલી
૧૮૨
અપંગનાં ઓજસ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org