________________
કે આ
# જ કરવા રોડની
મુશ્કેલીઓને મહાd seનારી
હૉસ્પિટલના પલંગ પર સૂતેલી ૧૪ વર્ષની નેટલીની આંખોમાં સ્વપ્નો એટલાં બધાં હતાં કે એને ઊંઘ આવતી નહોતી ! બાળપણથી એણે સેવેલું એક સ્વપ્ન એની આંખમાં રમતું હતું. એ સ્વપ્ન હતું આંતરરાષ્ટ્રીય તરણ સ્પર્ધાઓમાં પોતાના દેશ વતી ભાગ લેવાનું અને એને રાષ્ટ્રને ગૌરવ આપે તેવા ચંદ્રકો હાંસલ કરવાનું ! નાની છોકરીનાં આ મોટાં સ્વપ્નો હતાં.
દક્ષિણ આફ્રિકાના કેપટાઉન શહેરમાં આવેલી વિલ્બર્ગ ગર્લ્સ હાઈસ્કૂલમાં અભ્યાસ કરતી આ છોકરીએ સાવ નાની ઉંમરે સ્વિમિંગ પુલમાં તરવાનું શરૂ કરી દીધું. નાની વયની નેટલીની તરવાની નિપુણતા જોઈને સૌ કોઈ એમ કહેતું કે નેટલી ચાલતાં શીખી, તે પહેલાં તરતાં શીખી છે ! અને બન્યું પણ એવું કે નવ-દસ વર્ષની નેટલી રાષ્ટ્રીય સ્પર્ધાઓમાં ઉત્સાહભેર ભાગ લેવા માંડી અને તેરમા વર્ષે તો એણે આંતરરાષ્ટ્રીય તરણસ્પર્ધાઓમાં ભાગ લેવાનો પ્રારંભ કરી દીધો ! - આખો દેશ નેટલી પર આશાભરી આંખ માંડીને બેઠો હતો. આટલી નાની વયે આવી અપ્રતિમ સિદ્ધિ મેળવનાર નેટલી દેશને આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં કેવું ગૌરવભર્યું સ્થાન આપશે એને વિશે ચર્ચાઓ ચાલતી હતી. અખબારોમાં એના સમાચારો ચમકતા હતા. નેટલી એના પ્રયત્નોમાં કોઈ કચાશ રાખતી નહી. શાળાનો અભ્યાસ પૂરો થતાં એ સીધી સ્વિમિંગ પુલમાં પહોંચી જતી. નિષ્ણાત કોચની નિગાહબાની હેઠળ એ તાલીમ .લેતી. તરવાના જુદા જુદા પ્રકારોમાં તો એ નિપુણ બની ગઈ હતી, પણ હવે એ કેટલી ઝડપથી સ્પર્ધા પૂરી કરી શકે, તેનો અંદાજ મેળવતી હતી.
ચૌદ વર્ષની છોકરીના જીવનમાં આનંદનો ધોધ વહેતો હતો, ત્યારે એકાએક શોકની કાલિમા છવાઈ ગઈ. નિશાળેથી સ્વિમિંગ પુલમાં પ્રેક્ટિસ
૧૭૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org