SearchBrowseAboutContactDonate
Page Preview
Page 195
Loading...
Download File
Download File
Page Text
________________ વિજય મેળવ્યો. એ પછી કેનેડાના ક્યુબેકમાં યોજાયેલી સ્પર્ધામાં ગઈ, પણ ચંદ્રક ન મળ્યો. ચારસો મીટરની દોડની સ્પર્ધામાં એ બીજી ‘લેનમાં જતાં અયોગ્ય ઠરી. આમ છતાં આ સ્પર્ધામાં રાષ્ટ્ર તરફથી ભાગ લેવાનું મોંઘેરું ગૌરવ તો હાંસલ થયું. નવી દિલ્હીમાં એ પોતાની લેડી શ્રીરામ કૉલેજની ખેલકૂદની સુકાની બની અને પછી તો એણે બીજાં ક્ષેત્રોમાં પણ ઝંપલાવ્યું. ૨૦૦૩માં એણે તરવાનું શીખવાનો વિચાર કર્યો. એની કૉલેજનાં કોચ મીનાક્ષી પાહુજા તરણસ્પર્ધામાં આંતરરાષ્ટ્રીય વિજેતા બનેલાં હતાં. એમણે જ્યોતિને પ્રોત્સાહન આપ્યું. એવામાં ચોથી રાષ્ટ્રીય તરણસ્પર્ધાની જાહેરાત થઈ. જ્યોતિએ હજી તરવાનું શીખવાની શરૂઆત કરી. ત્રણ અઠવાડિયાં બાદ આ સ્પર્ધા હતી. એણે આને માટે આકરી મહેનત કરી. વળી એને આમાં છેલ્લી ‘લેન” આપવામાં આવી હતી, આથી “પુલની દીવાલ સાથે એ અથડાતી હતી. છતાં સહેજે હિંમત હારી નહીં. ૧૮ રાજ્યના ૨૪૫ જેટલા તરવૈયાઓએ આમાં ભાગ લીધો અને જ્યોતિએ ૫૦ મીટર ફ્રીસ્ટાઇલ સ્પર્ધામાં સુવર્ણચંદ્રક મેળવ્યો. આનાથી સહુને આશ્ચર્ય થયું, પરંતુ ખુદ જ્યોતિ પણ આશ્ચર્ય પામી. ત્રણ અઠવાડિયાની મહેનત કેવો રંગ લાવી ! એણે ફેશન શોમાં પણ ભાગ લીધો અને વિખ્યાત ડિઝાઇનર રિતુ | બેરીના ફેશન શોમાં એણે કેટવોક કર્યું. જોકે ફૅશન એ એનો વિષય નથી એમ દૃઢપણે માને છે. - આજે જ્યોતિ રોજના અઢાર-અઢાર કલાક આકરી મહેનત કરે છે. સવારે બસમાં બેસીને કૉલેજમાં અભ્યાસ માટે જાય છે. વિવિધ રમતસ્પર્ધાનું કૉલેજને માટે આયોજન કરે છે. પછી સ્વિમિંગ માટે તાલીમ લેવા લાજપતનગરના કેન્દ્રીય વિદ્યાલયમાં જાય છે. સાંજે વળી બ્લાઇન્ડ રિલીફ ઍસોસિએશનના કયૂટર ક્લાસમાં જાય છે. વાળુ કર્યા પછી વળી ડિસર્ટેશન માટે લેખન-વાચન કરે છે. સાથોસાથ મનમાં ધ્યેય છે દેશની શ્રેષ્ઠ રમતસમીક્ષક બનવાનું. જ્યોતિ એ સિદ્ધ કરવા માગે છે કે પોતે બીજા લોકો જેવી જ શક્તિ અને ક્ષમતા ધરાવે છે અને એણે એક પછી એક ક્ષેત્રોમાં પોતાનો આ દૃઢ નિશ્ચય આત્મશ્રદ્ધાથી સિદ્ધ કરી બતાવ્યો છે. ૧૭૮ અપંગનાં ઓજસ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004953
Book TitleApangna Ojas
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherSanskar Sahitya Mandir Ahmedabad
Publication Year2011
Total Pages202
LanguageGujarati
ClassificationBook_Gujarati, Sermon, & Biography
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy