________________
એમ કરશે નહીં તો આંખોની જે દસ ટકા જેટલી રોશની છે, તે પણ ચાલી જશે એવી દહેશત વ્યક્ત કરી. અંધાપાનો ભય દર્શાવ્યો.
ale Fl¢he
એ પછીનાં ત્રણ વર્ષો જ્યોતિ મગુના માટે મહાયાતનાનાં વર્ષો બની રહ્યાં. એણે માંડ માંડ સાતમું ધોરણ પસાર કર્યું અને નિશાળ છોડી દીધી. પશ્ચિમ દિલ્હીમાં આવેલા ટાગોર ગાર્ડન પાસેનું એનું નિવાસસ્થાન એ જ એનું વિશ્વ બની ગયું. માતાપિતા, બે બહેનો અને એક ભાઈ એ પાંચ વ્યક્તિઓનો પરિવાર એ જ એની સૃષ્ટિ બની ગઈ.
એના ચિત્તમાં કેટલાય સવાલ ઊઠતા હતા. એ વિચારતી કે કેટલાક તો જન્મથી અંધ હોય છે, પણ પોતાને એવું નહોતું. પાંચમા ધોરણ સુધી તો એને આંખોની કોઈ તકલીફ નહોતી અને એકાએક નેવું ટકા જેટલું આંખોનું તેજ કેમ ઓલવાયું ? એણે જિજ્ઞાસાભેર ડૉક્ટરને પૂછ્યું કે ‘કોઈનેય નહીં અને મને આવું કેમ થયું ?' ત્યારે ડૉક્ટરે એને કહ્યું કે રેટિના પિગમેન્ટેશન થયું છે. સામાન્ય રીતે આ વારસાગત રોગ છે, પણ સામે જ્યોતિના મનમાં એવો સવાલ જાગ્યો કે એના પરિવારમાં તો ૧૭૪ કોઈનેય આવી આંખની તકલીફ થઈ નથી, તો પછી એને વારસાગત કઈ રીતે કહી શકાય? આખરે માન્યું કે આને માટે પોતાનું દુર્ભાગ્ય જ કારણભૂત છે. હવે કરવું શું?
જ્યોતિને ભણવાની એવી લગની લાગી હતી કે આમ ઘેર હાથ-પગ જોડીને બેસી રહેવું એને ગમતું નહીં. એની સખીઓ અભ્યાસની વાતો કરે ત્યારે એને એમ થતું કે કેવી સુવર્ણ તક પોતાના હાથમાંથી ઝૂંટવાઈ ગઈ છે અને આંખોને કારણે જીવન કેવું અંધકારમય બની ગયું છે ? એકાએક આખી જિંદગી વેરાન બની ગઈ હોય એવો એને અનુભવ થતો. હવે શું કરવું ? કઈ રીતે આ નિરાશા અને નિષ્ક્રિયતાના દિવસો પસાર કરવા? અને પછી શું ?
અંધકારભર્યા વર્તમાનમાં ઊભા રહીને એ ડરામણા ભવિષ્યને જોઈને ધ્રૂજતી હતી. આખરે એક દિવસે એણે મનોમન નક્કી કર્યું કે આંખની રોશની ચાલી જવાની હોય તો ભલે ચાલી જાય, પણ જ્ઞાનની જ્યોતિ વગર હું જીવી શકીશ નહીં. એવા જીવનનોય અર્થ શો ? આથી
1
**
* K
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org