________________
૩૭
મરી જ જ
જ્યોતિનો પ્રકાશ
નામ જ્યોતિ અને એકાએક આંખની જ્યોતિ જ વિલીન થવા માંડી !
દિલ્હીની જ્યોતિ મળ્યુ છઠ્ઠા ધોરણમાં અભ્યાસ કરતી હતી, ત્યારે એકાએક આંખનું તેજ ધીરે ધીરે વિદાય થવા માંડ્યું. રોજે રોજ એને વધુ ને વધુ ઝાંખું દેખાવા લાગ્યું.
એ સમયે દિલ્હીની બ્લ્યુબેલ્સ ઇન્ટરનેશનલ સ્કૂલમાં અભ્યાસ કરતી જ્યોતિ મગુ અભ્યાસની સાથોસાથ રમતગમતમાં પણ સારી એવી સિદ્ધિ મેળવી ચૂકી હતી. નિશાળના “સ્પોટ્સ-ડે'ને દિવસે તો બધાની નજ૨ જ્યોતિ મગ્ન પર મંડાયેલી હોય. એની ભાવનાશાળી આંખો અને ચમકતો ચહેરો એ દિવસે ખીલી ઊઠતો. ખેલ કૂદની વાર્ષિક સ્પર્ધામાં વિજય મેળવીને એ ઘણી ટ્રોફી મેળવી લાવી હતી. એના ઘરના કબાટમાં આ ટ્રોફીની હારમાળા શોભતી હતી, પરંતુ જીવનની ઉષાનાં કિરણો પથરાય, ત્યાં જ સંધ્યાનો આથમતાં કિરણોનો અનુભવ થયો.
એકાએક એની આંખોનું તેજ ઝંખવાતું ગયું. ધીરે ધીરે એને અભ્યાસમાં ખૂબ મુશ્કેલી પડવા લાગી. છઠ્ઠા ધોરણની આ વિદ્યાર્થિનીને વાંચવા માટે મેગ્નિફાઇંગ ગ્લાસનો ઉપયોગ કરવો પડતો. એમાંય ઇતિહાસ, ભૂગોળ તો વાંચી શકતી, પણ ગણિત અને ભૂમિતિમાં એને પારાવાર તકલીફ પડતી હતી. આખો પ્રમેય કે દાખલાની તમામ રકમો એકસાથે જોવાનું મુશ્કેલ બની ગયું. વળી ઓછું દેખાતું હોવાથી ઘરની બહાર નીકળવાનું અને સખીઓ સાથે રમવાનું પણ બંધ કર્યું. બીજી બાજુએ એની દૃષ્ટિની આવી હાલત જોઈને ડૉક્ટરે જ્યોતિને અભ્યાસ છોડી દેવા સલાહ આપી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org