________________
૧૦૬
૨૧
હાલબર્ગની હિંમત
プ
સત્તર વર્ષના મરે હાલબર્ગને ફરી બાળકની માફક ખાતાં અને પહેરતાં શીખવું પડ્યું. આનું કારણ એ હતું કે મરે હાલબર્ગે રૂબીની રમતમાં પોતાનો એક હાથ ગુમાવ્યો હતો. ફૂટબૉલના જેવી આ રમતમાં દરેક ખેલાડી હાથથી દડો આંચકી લેવા પ્રયાસ કરે છે અને એવા એક પ્રયાસમાં મરે હાલબર્ગનો ખભો ઊતરી ગયો અને હાથ ઈજા પામ્યો. વળી એકાએક આ ઈજાને કારણે એનું લોહી ક્યાંક ગઠ્ઠો બનીને જામી જવા લાગ્યું. પરિણામે એ જીવન-મરણ વચ્ચે ઝોલાં ખાવાં લાગ્યો. ડૉક્ટરોએ મરે હાલબર્ગનું જીવન બચાવ્યું, પરંતુ એના ભાંગેલા ડાબા હાથને બચાવી શક્યા નહીં.
૧૯૫૦ની આ ઘટના છે. મરે હાલબર્ગને રગ્બી ટીમમાંથી રાજીનામું આપવાની ફરજ પડી. એક હાથે એને રોજિંદી ક્રિયાઓ કરતાં શીખવું પડયું. પણ પરિસ્થિતિથી સહેજે મૂંઝાયા વગર મરે હાલબર્ગ એક હાથે સઘળી દૈનિક ક્રિયા કરવા લાગ્યો.
એના મનમાં રમતના મેદાનમાં પાછા ફરવાની ધગશ હતી, પણ ડાબો હાથ નકામો થઈ ગયો હોવાથી બે હાથની જરૂર પડે તેવી રમતો એ ખેલી શકે તેમ નહોતો. એકાએક મરે હાલબર્ગને એક વિચાર આવ્યો. ડાબા હાથની શક્તિના અભાવે એ ભલે રગ્બી ખેલી શકે નહીં, પણ એ દોડવીર તો બની શકે ને ! એને તો ૨મતના મેદાનમાં ઝઝૂમવું હતું. કઈ રમત એ તો ગૌણ બાબત હતી. દોડનો વિચાર આવતાં જ એ આર્થર લીડીયાર્ડ નામના માનવી પાસે પહોંચી ગયો. આ લીડીયાર્ડ અનોખો તાલીમબાજ હતો. લાંબા અંતરની અને મધ્યમ અંતરની દોડ માટે એ ઘણા નવજુવાનોને તાલીમ આપતો હતો.
K
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org